Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જીલ્લા પ્રમુખ તરીકે સંજયભાઈ વીરડીયાની વરણી: જીલ્લા સંયોજક તરીકે સંદીપસિંહ જાડેજાની નિમણુક કરાઈ

મોરબી :  વડોદરા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રદેશ કાર્ય સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ABVP મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે સંજયભાઈ વિરડિયા અને મોરબી જિલ્લા સંયોજક તરીકે સંદીપસિંહ જાડેજાની નિમણુક કરવામાં આવી છે

  મોરબી જીલ્લા પ્રમુખ તરીકે પસંદગી પામેલ સંજયભાઈ વીરડીયા હાલ મોરબી શહેરની ઓમ શાંતિ વિદ્યાલય ખાતે પ્રિન્સિપાલ તરીકેની ફરજ નિભાવી રહ્યા છે તેઓ અગાઉ ABVP માં નગર અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે જેઓ 2016 થી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં છે. જયારે મોરબી જીલ્લા સંયોજક તરીકે પસંદગી પામેલ સંદિપસિંહ જાડેજા હાલ મોરબીની OMVVIM કોલેજ ખાતે BBA માં અભ્યાસ કરી રહ્યા છે
   તેઓ અગાઉ કોલેજ કેમ્પસ પ્રમુખ, મોરબી નગર સહ મંત્રી, પ્રદેશ કારોબારી સદસ્ય, મોરબી નગર મંત્રી જેવી વિવિધ જવાબદારીઓનું વહન કરી ચુક્યા છે જે હોદેદારોની વરણીને સંસ્થાના અગ્રણીઓએ વધાવી હતી અને બંને હોદેદારોને શુભકામનાઓ પાઠવી છે.

(11:25 pm IST)