Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

કોટડાસાંગાણીમાં સરકારી કર્મચારીને યુવકે જાહેરમાં ગાળો ભાંડયા હોવાની પુરા ગામમાં ચર્ચાઓ જાગી

પોતાનો જ વાંક હોવાથી નમતુ મકી દીધું ?

(કલ્‍પેશ જાદવ દ્વારા) કોટડાસાંગાણી તા. ૧૨ : કોટડાસાંગાણીના એક ભીડભાડ વાળી જગ્‍યામા એક મહત્‍વના ખાતાના સરકારી કર્મચારીને એક યુવકે જાહેરમાં ગાળો ભાંડી હોવાની વાતે લોકોમાં ભારે ચર્ચાઓ જગાવી છે.

કોટડાસાંગાણીની છાપ એક શાંત ગામ તરીકેની છે અને આમ પણ વસ્‍તીના ધોરણે ગામ નાનુ હોવાથી ગામ લોકોમા એક બીજા પ્રત્‍યેની લાગણીઓ થકી હંમેશા શાંતી જળવાઈ રહે છે. પરંતુ તાલુકાની એક મહત્‍વની ગણી શકાઈ તેવી ઓફીસના એક સરકારી કર્મચારીને એક યુવકે કોઈ કારણોસર જાહેરમાં ગાળો ભાંડતા લોકો એકઠા થયા હતા. પ્રતીકાર રૂપે પોતે આમ ન હતુ તેમ ન હતુ તેમ કહ્યું હતુ અને મામલો થાળે પાડવા પ્રયાસ કરી પોતાએ પણ સામી બોલાચાલી કરી હતી અને આખરે ક્‍યાંક પોતાનો જ વાંક હોવાથી તેમણે ઢીલુ મુકી નમતુ જોખી મામલો રફે દફે કરી નાખ્‍યો હતો. અને વીલા મોઢે ત્‍યાથી હાલતો થયો હતો. જે મામલેની વાત વાયુ વેગે હાલ પુરા ગામમા ફેલાઈ છે. અને પોતાની સાંખને ક્‍યાંક દાગ લાગ્‍યા બાદ પોતે દેખાતો પણ ઓછો થયો છે. આશરે આઠ દસ દિવસ પુર્વે થયેલ આ મામલો હાલ કોટડાસાંગાણીમા ટોપ ઓફ ધ ટાઉન બન્‍યો છે. ગામના ચોકે અને ચોરે દુકાને અને ગલ્લે મળી શાકભાજીની રેકડીઓથી લઈને દુકાનોએ પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્‍યારે લોકોમા આ અંગે જબરી રમુજ પણ ફેલાઈ છે. અને સરકારી કર્મચારીએ જાહેરમા સાંભળેલ ગાળોને લઈને હાલ પુરા ગામમા ચર્ચનો વિષય બનવા પામ્‍યો છે. ત્‍યારે કોટડાસાંગાણીમા આ બનાવને પગલે લોકોમા ભારે ચર્ચાઓ જગાવી દીધી છે.

(10:49 am IST)