Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

૧૦ હજારની લાંચ લેતા ઝડપાયેલ ભાણવડ ખેતીવાડી શાખાના ગ્રામસેવકની કોરોના રિપોર્ટ બાદ ધરપકડ

ભાણવડ-ખંભાળીયા, તા. ૧૨ :. ભાણવડ તાલુકા પંચાયતના ખેતીવાડી શાખામાં વર્ગ-૩ના ગ્રામ સેવક સંજયભાઈ ચતુરભાઈ ઓળકીયાને ફરીયાદીના મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રકચર હેઠળ પોતાની વાડીએ બનાવેલા ગોડાઉન માટે મળવા પાત્ર સબસીડીની રકમ મંજુર કરાવવા સ્‍થળ વિઝિટ કરવા બોલાવ્‍યો હતો.

ત્‍યારે ગ્રામ સેવક સંજયભાઈએ સબસીડીની ફાઈલ મંજુર કરાવવા રૂા. ૧૦,૦૦૦ની માંગણી કરેલ જે ફરીયાદી આપવા માંગતા ન હોય દેવભૂમિ દ્વારકા એસીબી પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવતા એ.સી.બી. દ્વારા છટકુ ગોઠવી આજ રોજ ખેતીવાડી શાખા, જૂની તાલુકા પંચાયત કચેરી ભાણવડ ખાતે આ લાંચની રકમ લેતા ગ્રામ સેવકને રંગે હાથ ઝડપી લીધો હતો અને આરોપીનો કોવિડ-૧૯નો રીપોર્ટ કરાવી તે બાદ ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે. લાંચના છટકાની આ કાર્યવાહીમાં ટ્રેપિંગ ઓફિસર ઈન્‍ચાર્જ પી.આઈ. એ.પી. પરમાર દેવભૂમિ દ્વારકા એસીબી પો. સ્‍ટે. તેમજ દેવભૂમિ દ્વારકા-જામનગર જિલ્લા સ્‍ટાફે ફાળો આપ્‍યો હતો. જ્‍યારે મદદનિશ નિયામક રાજકોટ એકમના એ.પી. જાડેજા દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું.

 

(11:49 am IST)