Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મોરબીમાં કોરોના વેકસીન કેમ્પ

 મોરબી :  આરોગ્ય શાખા જીલ્લા પંચાયત મોરબી અને શ્રી મોઢ વણિક મહાજન મોરબીના સહકારથી ગાંધી ચોક નજીક આવેલ મોઢ વણિક મહાજન વાડી ખાતે સર્વજ્ઞાતિ માટે કોરોના વેકસીન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં ૧૮૦ લોકોએ રસી મુકાવી હતી કેમ્પને સફળ બનાવવા શ્રી મોઢ વણિક મહાજન મોરબીની કારોબારીએ જહેમત ઉઠાવી હતી તેમજ સંસ્થા પ્રમુખ/ટ્રસ્ટી પરેશ વજરીયાએ જણાવ્યું હતું. વેકસીન કેમ્પ યોજાયો તે તસ્વીર.

(10:32 am IST)