Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોના સંક્રમણ રોકવા સ્‍વયંભુ લોકડાઉન

જીલ્લા-તાલુકા મથકો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કેસ વધતા બંધઃ માર્કેટીંગ યાર્ડો પણ બંધમાં જોડાયા

પ્રથમ તસ્‍વીરમાં મોરબી, બીજી તસ્‍વીરમાં ધ્રોલ, ત્રીજી તસ્‍વીરમાં વડીયા, ચોથી તસ્‍વીરમાં ધોરાજી, પાંચમી તસ્‍વીરમાં હળવદ, અને છઠ્ઠી તસ્‍વીરમાં વિંછીયાની બજારો બંધ રહી છે તે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ (મોરબી), મુકુંદ બદિયાણી (જામનગર), ભીખુભાઇ વોરા (વડીયા), કિશોર રાઠોડ (ધોરાજી), દિપક જાની (હળવદ), પિન્‍ટુ શાહ (વડીયા)

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જીલ્લા-તાલુકા મથકો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સ્‍વયંભુ લોકડાઉન કરીને ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્‍યા છે.

કોરોનાનાં દરરોજ કેસ વધતા લોકોમાં જાગૃતિ સાથે સ્‍વયંભુ બંધનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

વાંકાનેર

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર : વાંકાનેર શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં કોરોનાની બીજી લહેરથી ઘણા લોકો સંક્રમીત થયા છે. ત્‍યારે જાહેર સ્‍થળ ઉપર મોટો સમુહ એકત્ર કરવો જોખમરૂપ હોય વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં પણ કર્મચારીઓ - ખેડૂતો કે વેપારીઓ શરદી-તાવ-ઉધરસના વાયરલમાં આવેલા હોય અને યાર્ડમાં જાહેર હરરાજી સ્‍થળે આ પ્રકારના લોકોમાંનું કોઇ કોરાનાના લક્ષણ વાળુ આવી જાય અને વેપારીઓ ખેડૂતો કે કર્મચારીઓમાં સંક્રમણ ફેલાય જાય તો ઘણા લોકો ચીંતામાં મુકાય જાય.

ત્‍યારે આ બધી બાબતોને ધ્‍યાનમાં રાખી વાંકાનેર માર્કેટીંગ યાર્ડના ચેરમેન શકીલભાઇ પીરઝાદા સેક્રેટરી ચૌધરીભાઇ એ તાકીદે ઉપરોકત તમામ વાતને ધ્‍યાનમાં લઇને હાલ માર્કેટીંગ યાર્ડ આગામી તારીખ ૧૮-૪-ર૦ર૧ ને રવિવાર સુધી બંધ રાખવામાં આવશે અને જયાં સુધી બીજી જાણ નો થાય ત્‍યાં સુધી ખેડૂતોએ પોતાનો માલ યાર્ડમાં વેચવા માટે નહી લાવવા સૌ ખેડૂતોને અપીલ કરી છે.

વિંછીયા

(પિન્‍ટુ શાહ દ્વારા) વિંછીયા : રાજકોટ જિલ્લાના છેવાડાના વિંછીયા તાલુકામાં વધતા કોરોના કેસોને નાથવા વિંછીયામાં આજે રવિવાર તા. ૧૧ થી આવતા આઠ દિવસ સુધી બપોરના એક વાગ્‍યે લોકડાઉન અડધો દિવસ -વિંછીયા શહેર બંધનું વિંછીયાના વિવિધ વેપારીઓ દ્વારા નિર્ણય લેવાતા આજ બપોરના એક વાગ્‍યાના ટકોરે વિંછીયા ગામ સજજડ-સ્‍વયંભુ સંપૂર્ણ બંધમાં જોડાતા ગામની બજારો સુમસામ ભાસતી હતી.

આ તકે વિંછીયા પોલીસે ચુસ્‍ત બંદોબસ્‍ત જાળવ્‍યો હતો. વિંછીયા તથા તાલુકાના ગામડાઓમાં વધતા કોરોના કેસથી લોકો રીતસરના ફફડી ગયા છે.

ગોંડલ

(ટોળીયા ન્‍યુઝ દ્વારા) ગોંડલ : વેપારી મંડળની મીટીંગમાં સ્‍વૈચ્‍છીક લોકડાઉન રાતના ૭ થી સવારે ૭ વાગ્‍યા સુધી રાખવાના નિર્ણય લેવાતા આજે ૭ રાત્રે ૭ વાગ્‍યે પોલીસ તંત્ર દ્વારા ભયનો માહોલ ઉભો કરી દુકાનો બંધ કરાવતા વેપારી તથા લોકોમાં રોષની લાગણી જન્‍મી છે. ગુજરાત સરકારે જીલ્લાના ર૦ શહેરો માં રાત્રી કફર્યુ જાહેર કર્યો છે જેમાં તાલુકા લેવલના શહેરનું નામ નથી છતાં ગોંડલ પોલીસ તંત્ર શહેરમાં ૭ વાગ્‍યે દુકાનો બંધ   કરાવવા નીકળી પડતા વેપારી તથા લોકોમાં ભયનો માહોલ સર્જાયેલ આ અંગે વેપારી મહામંડળનાં ઉપપ્રમુખ વિનુભાઇ વસાણીએ ગોંડલના ડેપ્‍યુટી કલેકટરને રજૂઆત કરવામાં આવશે તેવુ જણાવેલ હતું.

પ્રભાસ પાટણ

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાનાં બાદલપરા ગામે કોરોના કેસો હોવાથી ગ્રામ પંચાયત દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

જેમાં ગામમાં ટયુશન, રમત ગમતની પ્રવૃતિઓ બંધ રાખવામાં આવેલ. લોકોનાં ભેગા થવા અને સામાજીક કે ધાર્મિક પ્રસંગો પર પ્રતિબંધ, જિલ્લા મેજીસ્‍ટ્રેટના તા. ૭-૪-ર૧ નાં જાહેરનામાનું તમામ ગામ લોકોએ ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે તેમ ગામનાં સરપંચ ભાવનાબેન ભગવાનભાઇ બારડની યાદીમાં જણાવેલ છે.

વેરાવળ તાલુકાનાં આજોઠા ગામનાં સરપંચ વીરાભાઇ ભાર્જગાતર દ્વારા જણાવ્‍યા પ્રમાણે આજોઠા ગામમાં પણ ઉપર મુજબનાં તમામ નિયમોનું દરેક લોકોએ પાલન કરવાનું રહેશે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીમાં કોરોના મહામારી બેકાબુ બની ગઈ છે અને કોરોના કહેર સતત વધી રહ્યો છે ત્‍યારે મોરબી માર્કેટિંગ યાર્ડ આગામી તા. ૧૭ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે

 શ્રી ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ મોરબીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે કે કોરોના મામાહારીને પગલે માંદગીનું -માણ વધુ હોય જેથી મોરબી માર્કેટ યાર્ડ તા. ૧૧ એપ્રિલથી તા. ૧૭ એપ્રિલ સુધી બંધ રહેશે યાર્ડના તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે જેની કમીશન એજન્‍ટ, વેપારીઓ અને ખેડૂતોએ નોંધ લેવા જણાવ્‍યું છ

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ તાલુકાના કોલીથડ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત અને જાગળત રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા તેમજ ગોંડલ તાલુકા ભાજપના આગેવાન મનોજભાઈ અકબરી એ સંયુક્‍ત એક અખબારી યાદીમાં જણાવેલ છે કે હાલ ગોંડલ તાલુકાની ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધતા જાય છે ત્‍યારે કોલીથ જિલ્લા પંચાયતને નીચે આવતા ૨૪ ગામ જેના સરપંચો ભાજપના આગેવાનો સામાજિક આગેવાનો સહકારી અગ્રણીઓની સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ કોલીથડ જિલ્લા પંચાયત સીટ ની નીચે આવતા ૨૪ ગામ કોલીથડ, આંબરડી, વંથલી, બેટાવડ, હરમડિયા, ગરનાળા, હડમતાળા, લુણીવાવ, ભુણાવા, મોટા મહીકા, નાના મહિકા, સેમળા, સડક પીપળીયા, ભરૂડી, પાટીયાળી, સીંધાવદર, વાડધરી, દાળિયા, રીબડા, રીબ, ગુંદાસરા, અને મૂંગા વાવડી ગામો માં સ્‍વયંભૂ લોકડાઉન પાલન થાય તે માટે આગામી દસ દિવસ માટે સંપૂર્ણપણે ૨૪કલાક લોકડાઉન લગાવવામાં આવ્‍યું છે આલોકડાઉન દરમિયાન લોકોને જીવન જરૂરિયાતની વસ્‍તુઓ મળી રહે એ માટે જેતે ગામ ના સરપંચ સાથે સંકલન કરવામાં આવ્‍યું છે અને જીવન જરૂરિયાતની વસ્‍તુઓ આસાની થી મળી શકે અને આપણા વિસ્‍તારની અંદર આ કોરાના રોગ ન ફેલાય તે માટે ગંભીર તકેદારી રાખવામાં આવશે. અંતમાં રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા તેમજ મનોજભાઈ અકબરી ની યાદીમા જણાવાયું છે.

 મોરબી

 મોરબીમાં કોરોના મહામારીને પગલે વેપારીઓએ સ્‍વૈચ્‍છિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો હોય જેને પગલે આજે મોરબીના નગર દરવાજા, પરાબજાર સહિતની મુખ્‍ય બજારો સજ્જડ બંધ રહી હતી શનિવાર અને રવિવાર બે દિવસના સ્‍વૈચ્‍છિક લોકડાઉનના પ્રથમ દિવસે વેપારીઓએ સંપૂર્ણ સહયોગ આપ્‍યો હતો

 મોરબીના વિવિધ વેપારી એસોના પ્રતિનિધીઓએ ચેમ્‍બર ઓફ કોમર્સ -મુખની ઉપસ્‍થિતિમાં જીલ્લા કલેકટર કચેરીએ બેઠક યોજી હતી જેમાં વેપારીઓએ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન માટે હકાર ભણી હતી અને શનિવાર-રવિવાર એમ બે દિવસ તમામ દુકાનો બંધ રાખવાના નિર્ણયને પગલે આજે તમામ બજારો બંધ રહી હતી મોરબીની મુખ્‍ય બજારોની તમામ દુકાનો સવારથી જ બંધ જોવા મળી હતી બે દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન બાદ સોમવારથી અડધો દિવસ દુકાનો ખુલ્લી રાખી આંશિક લોકડાઉન પણ વેપારીઓએ સ્‍વીકાર્યું છે કોરોના મહામારી બેકાબુ બની ગઈ છે ત્‍યારે વેપારીઓ સ્‍વૈચ્‍છિક લોકડાઉનમાં જોડાઈને મોરબીની ચિંતા કરી રહયા છે

 કોરોના મહામારીને પગલે મોરબી જીલ્લાના ગ્રામ્‍ય પંથકમાં આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યા છે જેમાં જેતપર ગામમાં પણ બપોર બાદ વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે

મોરબીના જેતપર ગામના વેપારીઓએ કોરોના સંક્રમણ રોકવા બપોર સુધી જ દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય લીધો છે અને તમામ વેપારીઓ જોગ સુચના આપવામાં આવી છે જેમાં જણાવ્‍યું છે કે તા. ૧૦ એપ્રિલથી તા. ૨૦ એપ્રિલ સુધી સવારે ૭ થી બપોરે ૧ સુધી જ દુકાનો ખુલ્લી રાખવી અને બપોરે ૧ વાગ્‍યા બાદ સંપૂર્ણ બંધ પાડવા સહકાર આપવા જણાવ્‍યું છે 

ધ્રોલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : ધ્રોલ ચેમ્‍બર ઓફ કોમર્સના અલગ-અલગ વેપારી એસોસિયેશન દ્વારા મીટીંગ યોજાઈ અને તેમાં નક્કી કરવામાં આવેલ છે કે હાલ કોરોનાની મહામારી ગંભીર સ્‍થિતિને ડામવા ધ્રોલ ના તમામ વેપારીઓ તારીખ ૧૨/૪/૨૦૨૧ ને સોમવાર થી ૧૮/૪/૨૦૨૧ને રવિવાર સુધી બપોરે એક વાગ્‍યા પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાનું રહેશે એટલે કે આ સમય દરમિયાન સવારથી બપોર સુધી ધંધા-રોજગાર ચાલુ રાખવાના રહેશે તેમજ જાહેર જનતાને પણ અનુરોધ કરવામાં આવે છે કે બપોર બાદ જરૂરિયાત ના હોય તો બહાર ન નીકળવું દરેક વેપારીઓએ માસ્‍ક અવશ્‍ય પહેરી રાખો ગ્રાહકોને પણ માસ્‍ક પહેરવાનો આગ્રહ કરો અને સોશિયલ ડિસ્‍કશન જાળવી કોરોનાને હરાવી એ...

જામનગર

 (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :હાલમાં દિવસેને દિવસે કોરોના ના કેસો વધી રહ્યા હોય ત્‍યારે ગ્રામીણ વિસ્‍તારમાં કોરોના નો હાહાકાર મચાવી રહ્યો છે ત્‍યારે ગ્રામ પંચાયત દ્વારા તાત્‍કાલિક કોરોના સામે લડવા માટે ગ્રામ પંચાયતો દ્વારા સંક્રમણ લાદવા માટે ધ્રોલ તાલુકા ના માનસર. જાલીયા ગ્રામ પંચાયત દ્રારા સ્‍વચ્‍છાએ લોકડાઉન કરવા નો નિર્ણય લીધો હાલમાં કોરોના નો બિજો તબક્કા મા કોરો ના કેસ વધારે આવતા જાલીયા માનસર ગામે કોરોના ના કેસો સંખ્‍યા ઘટાડો લાદવા માટે જાલીયા - માનસર ગ્રામ પંચાયત દ્વારા નીચે નીતિ-નિયમોનો પાલન કરવા જાહેર જનતાને હુકમ કરવામાં આવ્‍યો છે તારીખ ૧૨/૪/૨૦૨૧ થી ૧૮/૪/૨૦૨૧ સુધી  લોકડાઉન રહેશે સંપૂર્ણ ગામ સવાર ના ૭ થી સવારના ૧૧ વાગ્‍યા સુધી ખુલ્લું રહેશે ત્‍યારબાદ લોકડાઉનનો પાલન કરવાનું રહેશે, બીજા દિવસે ઉપલબ્‍ધ મુજબ નીતી નિયમનું પાલન કરવાનું રહેશે, તમામ દુકાનો મા એક જ ગ્રાહક દુકાન ગ્રાહક ની ભીડ થશે તો તમામ જવાબદારી દુકાનદારની રહેશે તેમજ દુધ ની ડેરી સાંજે ૬ થી ૮ વાગ્‍યા સુધી ખુલી રહેશે જાહેર જનતાને કામ સિવાય ગામમાં ખોટી રીતે બેસવું કે આવું નહીં તમામ વ્‍યક્‍તિઓને માસ્‍ક પેહરવુ ફરજિયાત રહેશે ગ્રામ પંચાયત દ્રારા નિયમ કરવામા આવેલ જેનુ ચુસ્‍ત પાલન કરવા રહેશે અને કોઈપણ નીતિનિયમો તોડશે તો એના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ ગ્રામ પંચાયતની યાદીમાં જણાવ્‍યું છે....

 વડિયા

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા : વડિયા માં કોરોના સંક્રમણ ને રોકવા માટે થોડા દિવસ પેહલા મામલતદાર  ડોડીયાના અધ્‍યક્ષ સ્‍થાને વડિયા માં રસીકરણ  ઝુંબેશ માટે વડિયા ના આગેવાનો અને વેપારી મંડળના હોદેદારો ની એક મિટિંગ યોજવામાં આવી હતી. ત્‍યારે વાડિયાના વેપારી મંડળ દ્વવારા રવિવારના દિવસે વેપારીઓ પોતાનો વ્‍યવસાય બંધ રાખી ને રસીકરણ ઝુંબેશમાં સહયોગ આપશે.આવી જાહેરાત કરવામાં આવી હતી  ગામમાં કોરોના સંર્ક્‍મણ ને કાબુમાં લેવા માટે આ નિર્ણય ને આવકારી વડિયા ગામ ના જીવન જરૂરી વસ્‍તુઓ ના વ્‍યવસાય ને બાદ કરતા તમામ વેપારીઓ એક દિવસ ના સ્‍વેઇચ્‍છીક લોકડાઉનમાં જોડાયા હતા અને રસીકરણ ની પ્રકિયામાં સહયોગ આપ્‍યો હતો.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ચેમ્‍બર ઓફ કોમર્સ એ ધોરાજીમાં કોરોના મહામારીનો વ્‍યાપ વધી જતા જેની સાંકળ તોડવા બાબતે ધોરાજી બે દિવસ બંધનું એલાન આપ્‍યું હતું જેમાં ધોરાજીના ઇતિહાસમાં પ્રથમ વખત સો ટકા ધોરાજી સંપૂર્ણ બંધ રહ્યું હતું

 ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્‍બર ઓફ કોમર્સ)ના પ્રમુખ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ રમેશભાઈ શિરોયા કરસનભાઈ માવાણી જયંતિભાઈ પાનસુરીયા પ્રવીણભાઈ બાબરીયા ચુનીભાઇ સંભળાણી વિગેરે ૩૦ જેટલા એસોસિએશન દ્વારા ધોરાજી કોરોના ની સાંકળ તોડવા બાબતે ધોરાજી બે દિવસ સજ્જડ બંધ કરવા વેપારીઓને અપીલ કરી હતી

આ સમયે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના  પ્રમુખ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ રમેશભાઈ શિરોયા વિગેરે એ ધોરાજીના તમામ વેપારીઓ તેમજ લારી ગલ્લા ચા પાનની દુકાનો તેમજ ધોરાજી શહેરમાં સૌપ્રથમ વખત  સૌથી નાના વેપારી લારીવાળા શાકભાજીવાળા ઓ એ બંધ રાખી સહકાર આપ્‍યો તેમજ ધોરાજીમાં કોમી એકતાના દર્શન થયા  તે બાબતે તમામ સમાજના આગેવાનો તેમજ તમામ વેપારીઓ તમામ નાના લારી ગલ્લાવાળા વેપારીઓ વિગેરેનો આભાર માન્‍યો હતો

આ સાથે હજુ ધોરાજી માંથી કોરોના ગયો નથી જેથી તમામ વેપારીઓએ પણ સાવચેતી રાખવી જરૂરી છે માસ્‍ક અવશ્‍ય પહેરવા અને સોશિયલ ડિસ્‍ટન્‍સ નું પાલન કરવા જે બાબતે સૌને વિનંતી કરી હતી

બે દિવસીય ધોરાજી બંધના એલાનને સફળ કરવા બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના હોદ્દેદારો લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ રમેશભાઈ શિરોયા જેન્‍તીભાઈ પાનસુરીયા કરસનભાઈ માવાણી પ્રવીણભાઈ બાબરીયા રાજુભાઈ પઢીયાર જસ્‍મીનભાઈ પટેલ મનીષ ભાઈ સોલંકી ધીરુભાઈ કોયાણી જયંતીભાઈ પટેલ ચુનીભાઇ સંભવાણી દર્શિત ગાંધી વિગેરે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના ૩૦ જેટલા એસોસિએશનના -મુખ શ્રી ઓ તેમજ હોદ્દેદારો એ જહેમત ઉઠાવી હતી

ધોરાજીમાં દર અઠવાડિયે ભરાતી રવિવારી બજાર કોરોના મહામારી ને લીધે બંધ રહી હતી. રોજે રોજ નું કરી કમાતા અને રવિવારી બજારમાં સસ્‍તો માલ વેચી ઘર ગુજરાન ચલાવતા નાના વેપારીઓ અને પાથરણાં વાળા એ કોરોના મહામારી ને ધ્‍યાને લઈ સ્‍વેછીક રીતે રવિવારી બજાર બંધ રાખવા નિર્ણય લીધો હતો.

રવિવારી બજારનાં જગદીશભાઈ એ જણાવેલ કે ધોરાજી રવિવારી બજારમા પોતાનો માલ વેચવા દૂર દૂર થી નાના વેપારીઓ આવે છે. જે તમામ વેપારીઓ એ આવી સંકટની ઘડીમાં તંત્રને સહકાર આપવા રવિવારી બજાર બંધ રાખી હતી. અને જ્‍યાં સુધી સ્‍થિતિ સામાન્‍ય ન થાય ત્‍યાં સુધી બંધ રાખવા જણાવ્‍યું હતું.

હળવદ

( દીપક જાની દ્વારા ) હળવદ :  ગઈકાલે  હળવદ વેપારી મહામંડળ અને ચેમ્‍બર ઓફ કોમર્સની સંયુક્‍ત બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્‍યો છે કે હળવદ શહેરમાં અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં વધતા જતા કોરોનાના કેસને લઇ તમામ વેપારીઓ આજ થી તા. ૧૨થી ૧૯ એપ્રિલ સુધી રોજગાર-ધંધા બપોરે ૨ વાગ્‍યા બાદ સ્‍વૈચ્‍છીક  બંધ રહેશે. જો કે દૂધ, શાકભાજી અને મેડિકલની દુકાનો દિવસ દરમિયાન ખુલ્લી રહેશે, તેમ હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ  અને ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ એ જણાવ્‍યું હતું.

(11:17 am IST)