Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ચુડા તાલુકામાં ૧૪મી સુધી સ્વૈચ્છિક લોકડાઉન

વઢવાણ તા. ૧૨ : સમગ્ર રાજય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના વાયરસની ચેઈન તોડવા તંત્ર સહિત વેપારીઓ સાવચેત બન્યા છે ત્યારે જીલ્લાના ચુડા ખાતે વેપારી મહામંડળ દ્વારા કોરોના વાયરસના સંક્રમણને તોડવા સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગરૂપે ચુડા શહેરની તમામ બજારો આગામી તા.૧૪ એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ રહેશે અને લોકડાઉન પાડશે.

ત્યારબાદ એટલે કે તા.૧૫ એપ્રિલ થી ૧૮ એપ્રિલ સુધી તમામ બજારો સવારથી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો હતો. આમ ચુડા સહિત આસપાસના ગામોમાં કોરોનાનું સંક્રમણ વધતાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે જેને દુકાનદારો અને વેપારીઓ સહિત સ્થાનીક રહિશો પણ સમર્થન આપી રહ્યાં છે જો કે મેડીકલ સહિતની ઈમરજન્સી સેવાઓ શરૂ રાખવામાં આવી છે.

(12:00 pm IST)