Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મોટી પાનેલી સંપૂર્ણ કે આશિંક લોકડાઉન કરવા ગ્રામજનોની મિટિંગ

ત્રીસ ઉપર કોરોના કેશ છતાં સરકારી ચોપડે ઝીરો દર્દીઃ પરિસ્થિતિ કાબુ બહાર જશે તો આગામી સમયમાં નિર્ણય

મોટી પાનેલી, તા.૧૨: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં હાલ કોરોના દર્દીઓ ની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે હાલ ગામમાં ત્રીસ થી વધુ કેશ સામે આવે છે તેમ છતાં સરકારી ચોપડે ઝીરો દર્દી નોંધાયેલ છે.જે કેસ આવે છે તેમની કોઈને જાણ સુદ્ઘા ના થતી હોય સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે કોરોના દર્દી વાળા એરિયામાઁ કોઈ પ્રોટેકશન કે પ્રોહિબિશન ના લાગવાથી લોકો બે ફિકર રહી કોઈપણ એરિયામાં આવજા કરી રહ્યા હોય પરિસ્થિતિ કાબુ બહાર જાય તેવી ભીતિ સેવાય રહી છે વધી રહેલા સંક્રમણ ને કાબુમાં લેવા  ગ્રામપંચાયત લેવલે ગામ આગેવાનો અને ગ્રામજનોની એંક મિટિંગ નું ગ્રામપંચાયત ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં પ્રાથમિક તબબકે સરપંચ મનુભાઈ તેમજ ઉપ સરપંચ બધાભાઇ એ તમામ વેપારીઓ એ તેમજ ગ્રામજનોએ માસ્ક ફરજીયાત પહેરવું સાથે ગ્રાહક અને વેપારી વચ્ચે સોસીયલ ડિસ્ટન્સ રાખવું ગામમાં સંપૂર્ણ સાફ સફાઈ કરી સંપૂર્ણ ગામને સેનેટાઇઝ કરવું તેમ છતાં જો પરિસ્થિતિ કાબુ બહાર રહેશે તો શરૂઆત ના તબબકે ત્રણ દિવસનું સંપૂર્ણ લોકડાઉન રાખી કોરોનાની ચેઇન તોડવા પ્રયાસ હાથ ધરવા ત્યારબાદ ઉત્ત્।રોત્ત્।ર આગેવાનો અને વેપારી મંડળ ના હોદેદારો સાથે મળી આગળની કાર્યવાહી હાથ ધરવી તેવો નિર્ણય લેવામાં આવેલ છે.મિટિંગમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ભામાભાઈ સાથે તમામ ગામ આગેવાનો હાજર રહેલ હતા.

(12:01 pm IST)