Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

નિખિલ દોંગા ફરાર કેસમાં જેતપુર ભાજપના આગેવાન વિપુલ સંચાણીયાની ધરપકડ કરતી ભુજ પોલીસ : ગુજસીટોકના આરોપી નિખિલ દોંગા ને ફરાર થવામાં મદદ કરી હોવાના પુરાવા મળ્યા

(વિનોદ ગાલા દ્વારા) :  (ભુજ) ભુજની જી. કે. જનરલ હોસ્પીટલમાંથી પોલીસ જાપ્તામાંથી ગુજસીટોકના ગુનાનો આરોપી નિખિલ દોંગા નાસી ગયેલ હોઇ તે બાબતે રજીસ્ટર કરવામાં આવેલ  ભુજ શહેર બી.ડીવી. પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં-૪૬૦/૨૦૨૧ અન્વયે આ ગુનાના કાવતરામા સામેલ અને મદદગારી કરનાર દસ  આરોપીઓ તા૯/૪/૨૧ ના કલાક ૪ સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર હતા. તે તમામ દસ આરોપીઓના રિમાન્ડ પૂરા થયા બાદ નામદાર ભુજ કોર્ટમાં રજુ કરાયા હતા. તે પૈકીના ચાર આરોપીઓની વધુ રીમાન્ડની માંગણી પોલીસે કરી હતી. જે અનુસંધાને (૧) નિખિલ દોંગા (૨) ભરત રામાણી (૩) આકાશ આર્ય (૪) વિજય સાંઘાણીના નામદાર કોર્ટ દ્વારા તા/૧૨/૪/૨૧ ના ૪ વાગ્યા સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર કર્યા હતા. આ ચારેયની પૂછપરછમાં આ ગુનામાં જેતપુર ભાજપના આગેવાન વિપુલ સંચાણીયાની સંડોવણી ખુલી હતી. પોલીસ તપાસ દરમ્યાન આરોપીઓને મદદગારી કરવામા વિપુલભાઇ દિનેશભાઇ સંચાણીયા ઉ.વ.૪૨ રહે. જેતપુર જી રાજકોટનાઓની સંડોવણીના પુરાવા મળી આવતા ગઇકાલે ભુજ પોલીસ દ્વારા તેમની અટક કરવામા આવેલ છે.

(12:27 pm IST)