Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

આરએમઓએ જાતે ઓકસીજન બાટલા ઉતારવામાં મદદ કરી

 મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ કાર્યરત હોય જયાં અનેક દર્દીઓ હાલ દાખલ હોવાથી ઓકસીજનની જરૂરત રહેતી હોય છે અને રાત્રીના સુમારે ઓકસીજનનું વાહન આવ્યું હોય ત્યારે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે અને જગદીશભાઈ બાંભણીયા ઓકસીજન બાટલા ઉતારવા લાગ્યા હતા ત્યારે વધુ લોકોની જરૂરત હોય જેથી સિવિલના આરએમઓ સરડવા જાતે વાહન પર ચડી ગયા હતા અને ઓકસીજન બાટલા ઉતારવા લાગ્યા હતા સિવિલના આરએમઓ કોરોના મહામારીમાં પોતાની ફરજ પ્રત્યે કેટલા કટિબદ્ઘ છે તેનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું.

(1:23 pm IST)