Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

પીએમ રૂમની ચાવી ખોવાઇ જતા મૃતદેહ ત્રણ કલાક રઝળ્યોઃ

મોરબી : સિવિલ હોસ્પિટલમાં આજે સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં વિશિપરા વિસ્તારમાંથી યુવાનને હોસ્પિટલ લાવતા સમયે જ મૃત્યુ નિપજતા મૃતદેહની પોસ્ટમોર્ટમ કરવાની ફરજ પડતા ડેડબોડી પીએમ રૂમ લઇ જવામાં આવી હતી. બીજી તરફ પોસ્ટમોર્ટમ રૂમની ચાવી ખોવાઈ ગઈ હોવાનું જણાવી ફરજ પરના કર્મચારીએ જવાબદારી ખંખેરી નાખતા મૃતકના સગા વહાલા ખુબ જ હેરાન પરેશાન થયા હતા અને આરએમઓ સુધી ફરિયાદ કરવા છતાં ત્રણ કલાક સુધી મૃતદેહનો મલાજો જળવાયો ન હતો અને અંતમાં પીએમ રૂમના તાળા તોડી મૃતદેહની પીએમ વિધિ માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

(1:23 pm IST)