Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ટંકારા પોલીસ દ્વારા વિના મૂલ્યે માસ્ક વિતરણઃ માસ્ક ન પહેરનાર સામે દંડનીય કાર્યવાહી

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા, તા.૧૨: પોલીસ દ્વારા વિના મૂલ્યે માસ્ક વિતરણ, માસ્ક ન પહેરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહેલ છેટંકારા પોલીસે લતિપાર ચોકડીએ, લોકોને કોરોના મહામારીથી બચવા ઉપયોગી તેવા ૧૦૦૦થી વધુ માસ્ક નું વિતરણ કરેલ છે. કોરોના ની મહામારી સામે લોકો સાવચેત બનેલ છે. પોલીસની ગાંધીગીરી અને જાગૃતતા થી લોકોમાં માસ્ક પહેરવા નું પ્રમાણ વધેલ છે.બીજી તરફ માસ્ક ન પહેરનાર સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી રૂ ૧૦૦૦/ દંડ વસૂલવા નું શરૂ કરેલ છે. તેમાં દુકાનદારો, રાહગીરો, મોટર સાઈકલ ચાલકો, ફોર વ્હીલ ચાલકો પાસે થી દંડ વસૂલ કરેલ છે.ટંકારામાં રમૂજમાં કહેવાય છે, માસ્ક પહેરવો ન હોય તો ખિસ્સામાં રૂ.૧૦૦૦/ રાખજો.

(1:25 pm IST)