Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

માણાવરદમાં દારૂની મહેફિલ માણતા વેપારીઓ સહિત ૬ શખ્‍સો પકડાયા

રૂા.૩૬૦૦ નો ૯ બોટલ દારૂ પણ કબ્‍જે કરાયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧ર : માણાવદરમાં રાત્રે પોલીસે દારૂની મહેફીલ માણતા વેપારીઓ સહિત ૬ શખ્‍સોને ઝડપી લઇ નશાખોરો પાસેથી રૂા.૩૬૦૦નો ૬ બોટલ દારૂ પણ કબ્‍જે કર્યો હતો.

માણાવદરમાં સિનેમા ચોક નજીક પાંઉભાજીની દુકાન ઉપર આવેલ આશિષ કાનાણીએ લલીત ગર્ગને ભાડે આપેલ રહેણાંક મકાનમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમી મળતા પી.એસ.આઇ. ધોકડીયા તેમજ સ્‍ટાફના વિક્રમભાઇ પરમાર, રવિન્‍દ્ર વાંક, રવિ ધુળા અને વિપુલભાઇ સહિતના સ્‍ટાફે મોડી રાત્રે દરોડો પાડયો હતો.

જેમાં માણાવદરના પટેલ ચોકમાં રહેતા વેપારી હરપાલસિંહ વિક્રમસિંહ ચાવડા, બાવાવાડીના પુનિત અરવિંદભાઇ ત્રિવેદી (કુરિયર) બસ સ્‍ટેશન પાછળ હેતા વેપારી પ્રકાશ ઉર્ફે પકોડી કનૈયાલાલ તન્ના, આર.કે. પાર્કમાં રહેત ાફોટોગ્રાફર મનીષભાઇ ઓઘવજી સચાણીયા, બાવાવાડી વિસ્‍તારમાં રહેતા નાગાજણભાઇ કાળાભાઇ દાસા અને તબેલા શેરીમાં રહેતો સાવન ભગતભાઇ લાડાણીનેમહેફીસ માણતા પોલીસે પકડી પાડયા હતા.

પોલીસે આ શખ્‍સોની મહેફીલમાંથી રૂા.૩૬૦૦ની ૯ બોટલ દારૂ તેમજ એક અડધી બોટલ, પ્‍લાસ્‍ટીકના ગ્‍લાસ તેમજ બાઇટીંગ મળી કુલ રૂા.૩૮૦૦ નો મુદામાલ કબ્‍જે કરી તમામની સામે ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:49 pm IST)