Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જેતપુરના વિરપુર ગામે હાઇવે પર ફોર વ્‍હીલર હડફેટે લેતા બાઇક સવારનું મોતઃ રને ઇજા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧ર :.. વિરપુર ગામે રહેતા સવજીભાઇ બળાભાઇ મકવાણા આજ ગામમાં રહેતા સમીર ઉર્ફે સુમો બન્ને પોતાનું સ્‍પ્‍લેન્‍ડર નં. જીજે-૦૩-એએફ ૩૦૦૬ વાળુ લઇ હાઇવે પર આવેલ રવિ હોટલમાં જમવા ગયેલ ત્‍યાંથી જમી પરત ફરતા હતા ત્‍યારે વિરપુર કબ્રસ્‍તાન નજીક પાછળથી ફુલ સ્‍પીડે આવતા અજાણ્‍યા ફોર વ્‍હીલર ચાલકે સવજીભાઇના બાઇક તેમજ અન્‍ય એક એકટીવા નં. જીજે-૦૩-એચ. એન. ૮૦૮૧ ને હડફેટે લેતા સવજીભાઇને રાજકોટ તેમજ સમીરને જુનાગઢ રીફર કરેલ તેમજ એકટીવા ચાલક ભરતસિંહ વનરાજસિંહ જાડેજા (જી. ઇ. બી. કર્મચારી) ને ગોંડલ રીફર કરેલ જેમાં સવજીભાઇને ગત રાત્રીના દુઃખાવો થતા ફરી સરકારી હોસ્‍પીટલે લઇ જતા ત્‍યાં તેઓને મૃત જાહેર કરતા સવજીભાઇના ભત્રીજા સુનીલભાઇની ફરીયાદ પરથી અજાણ્‍યા વાહન ચાલક વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

(1:53 pm IST)