Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જેતપુરના બોરડી સમઢીયાળામાં સામાન્‍ય બાબતે બોલાચાલી લાકડી વડે માર મારી ધમકી આપી

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧ર :.. તાલુકાના બોરડી સમઢીયાળા ગામે જુના દલીતવાસમાં રહેતા યોગેશભાઇ જાદવ સાંજે ૮ વાગ્‍યાના અરસામાં ચામુંડા ચોકમાં બેઠા હોય દરમ્‍યાન આજ વિસ્‍તારમાં રહેતો અરવિંદ ત્‍યાં આવી તું અહીં કેમ બેઠો છે. તેમ કહી ઉશ્‍કેરાઇ જઇ ગાળો આપેલ તેમ કરવાની ના કહેતા અરવિંદ તેનો ભાઇ નીલેષ પિતા મનુ ધનાભાઇ મકવાણા ત્રણે એ આવી લાકડી વડે માર મારેલ દરમ્‍યાન તેની મા મધુબેન આવેલ તેમણે થપડો મારેલ અને મારી નાખવાની ધમકી આપેલ યોગેશભાઇને સારવાર માટે હોસ્‍પીટલમાં ખસેડાતા તાલુકા પોલીસે તેની ફરીયાદ પરથી ચારે શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬ (ર), ૧૧૪ મુજબ ગુન્‍હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:54 pm IST)