Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

માણાવદરમાંથી ૧ર તમંચા, ૩ પિસ્‍ટલ, બંદુક અને કાર્ટીસ પકડાતા સનસની

એસઓજીની કાર્યવાહીમાં માણાવદરનાં બે શખ્‍સોની ધરપકડ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર :.. માણાવદરમાંથી રાત્રે પોલીસે ૧ર તમંચા, ૩  પિસ્‍ટલ, બંદુક અને કાર્ટીસ સહિત શષા સરંજામ પકડી પાડતા ખળભળાટ સાથે સનસનાટી મચી ગઇ હતી.

આ શષાો સાથે એસઓજી સહિત પોલીસે માણાવદરનાં નામચીન શખ્‍સોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

એસ. પી. રવિતેજા વાસમ શેટીની સુચનાથી એએસઓજીના પી. આઇ. ભાટી તેમજ પીએસઆઇ જે. એમ. વાળા સહિતના સ્‍ટાફે રાત્રે માણાવદરમાં હડમતાળી મંદિર જવાના રસ્‍તા પર પુલ નજીક માણાવદરની લક્ષ્મીનગરમાં રહેતો નામચીન રહીમ ઉર્ફે અંતુડી ઉર્ફે ચકી જુસલ હિંગોરજા ગામેથી અને માણાવદરનાં ગૌતમનગરનો ઇબ્રાહીમ  ઉર્ફે સનેડો નાસીર હિંગોરજાને રૂા. ૧૦ હજારની કિંમતના બે તમંચા સાથે પકડી પાડયા હતાં.

બાદમાં એસઓજીએ બંનેના ઘરે સર્ચ ઓપરેશન કર્યુ હતું. જેમાં રહીમ ઉર્ફે અંતુડી  ઉર્ફે ચકીનાં રહેણાંક મકાન ખાતેથી રૂા. ૧ લાખની કિંમતના ૧૦ તમંચા, દેશી હાથ બનાવટની ત્રણ પિસ્‍ટલ તેમજ હાથ બનાવટની બંદુક ઉપરાંત જીવતા કાર્ટીઝ-૬ અને ફુટેલા કાર્ટીસ સહિત શષા સરંજામ મળી આવતા પોલીસ ચોકી ગઇ હતી.

એસઓજી દ્વારા શષાો ઉપરાંત બે મોબાઇલ સહિત કુલ રૂા. ૧ લાખ ૩૦,૬૦૦ નો મુદામાલ કબ્‍જે કરી આર્મ્‍સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પોલીસ પુછપરછમાં પકડાયેલા બંને શખ્‍સોએ માણાવદરનો સાજીદ અર્બ્‍દુલ પરમાર અને યુપીનાં ઇટાવાનો લાલુ યાદવની મધ્‍યસ્‍થીથી ઉત્તર પ્રદેશનો શુભમ નામનાં માણસ પાસેથી હથીયારો મેળવ્‍યા હોવાનું   જણાવતા આ શખ્‍સો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

વિશેષ તપાસ એસઓજી સહિત પોલીસ સ્‍ટાફે હાથ ધરી છે.

(1:56 pm IST)