Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ખીમાણી સણોસરા ગામે પ્રેમીને પતાવી દેનારા ચારેય ઝડપાયા

ખીમાણી સણોસરા ગામે પ્રેમીને પતાવી દેનારા ચારેય ઝડપાયા

જામનગર, તા.૧૨: કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામની સીમમાં આવેલી ખારાવાળી વાડી કે જે નીર્મળસિંહ દિલાવરસિંહ જાડેજાની વાડી હોય તે વાડી વીરમભાઈ બટુકભાઈ ગમારાએ વાવવા માટે રાખી છે. વિરમભાઈએ પણ આ જમીન સવજીભાઈ માધાભાઈ બારીયા (નાયક) અને ગુંજીબેન સવજીભાઈ બારીયા (નાયક), સીમીબેન ભાવેશભાઈ બારીયા અને નાનીબેન સવજીભાઈ બારીયા રહે. બધા મુળ છોટાઉદેપુર વાળાઓને વાવવા આપી હતી દરમ્યાન વિરમભાઈના મિત્ર મહાવીરસિંહ ઉર્ફે મુન્નો રવુભા કાંધુભા જાડેજા ઉ.વ. ૩૮ વિરમભાઈ સાથે અવારનવાર વાડીએ જતા આવતા હતા જેમાં મુન્નાને અપરણિત નાનીબેન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો આશરે છએક માસથી પ્રેમ સંબંધમાં બન્ને અવારનવાર મળતા હતા. આ સંબંધ અંગે તેણીના માતા–પિતાને ખબર પડી ગઈ હતી જેથી મુન્નાને પતાવી દેવા કાવત્રુ રચવામાં આવ્યું હતું.

જેથી આરોપીઓએ ભેગા મળી મરણજનાર મહાવીરસિંહ ને મારી નાખવાનું ગુનાહિત કાવત્રુ રચી મુન્નાને શનિવારે રાત્રે વાડીએ બોલાવવાનું નકકી કરેલ જે મુજબ તા. ૧૦ના બપોરના વાડીએ મળેલ ત્યારે પ્રેમીકાએ મુન્નાને આજે રાત્રે વાડીએ કોઈ છે નહીં તમારે મળવા આવવું હોય તો આવજો એવી વાત કરી હતી જેને લઈને રાત્રે મુન્નો વાડીએ પ્રેમીકાને મળવા ગયો હતો જયાં પ્રથમથી જ વાટ જોઈ બેઠેલા તેણીના માતા–પિતા, ભાભી વગેરેએ મુન્નાને જેમ ફાવે તેમ ભુંડા બોલી, નાળા (રસ્સી)ર્ારા પીપળાના ઝાડ સાથે બાંધી ધોકા વડે આશરે સતત અડધો કલાક માર માર્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.

આ બનાવની જાણ થતાં જ મૃતકના ભત્રીજા ધ્રુવરાજસિંહ ઉર્ફે ભોલાભાઈ સુખદેવસિંહ ઘોઘુભા જાડેજાએ કાલાવડ પોલીસ મથકે સવજીભાઈ માધાભાઈ બારીયા, ગુંજીબેન સવજીભાઈ બારીયા, સીમાબેન ભાવેશભાઈ બારીયા, નાનીબેન સવજીભાઈ બારીયા સામે ફરીયાદ નોંધાવતા પીએસઆઈ એચ.વી.પટેલે ચારેય આરોપીઓની અટકાયત કરી છે.

જૂની અદાવતનો ખાર રાખી

બેડી મરીન પોલીસ સ્ટેશનમાં દિલીપભાઈ હંસરાજભાઈ નકુમ એ ફરીયાદ નોંધાવી છે કે, નવાનાગના ફરીયાદી દિલીપભાઈએ આરોપી હરિભાઈ રણછોડભાઈ નકુમ વિરૃઘ્ધમાં અગાઉ આ.ટી.આઈ. તથા પોલીસ અરજીઓ કરેલ હોય જેનો ખાર રાખી અને ફરીયાદી દિલીપભાઈને આરોપીઓ હરિભાઈ રણછોડભાઈ નકુમ, ભગવાનજી હરિભાઈ નકુમ, શાંતાબેન હરિભાઈ નકુમ, રેખાબેન ભગવાનજીભાઈ નકુમ, ભેગા મળી અને માર મારી ગુનો કરેલ છે.

જયારે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં હરિભાઈ રણછોડભાઈ નકુમ એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી હરિભાઈના દિકરાની પત્નીને લગ્ન પહેલા આરોપી દિલીપભાઈ હંસરાજભાઈ નકુમ સાથે પ્રેમ સબંધ હોય જેનો ખાર રાખી હરિભાઈને તેમજ તેના પરિવારને આરોપીઓ દિલીપભાઈ હંસરાજભાઈ નકુમ, રાજેશભાઈ હંશરાજભાઈ નકુમ, હંસરાજભાઈ લાધાભાઈ નકુમ, દેવિબેન હંસરાજભાઈ નકુમ, રે. જૂના નાગના ગામ વાળા એભેગા મળી માર મારેલ છે.

 યુવાનનું મોત

અહીં વાઘેરવાડામાં રહેતા રાજેશભાઈ બાબુલાલ ચૌહાણ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમંા જાહેર કરેલ છે કે, જી.જી.હોસ્પિટલના પાણીના પરબ પાસે અજાણ્યો પુરૃષ, ઉ.વ.આ.પ૦વાળો કોઈપણ કારણસર બીમારી સબબ કે કુદરતી રીતે કોઈ પણ અગમ્ય કારણોસર મૃત્યુ પામેલ છે.

(1:58 pm IST)