Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ખંભાળીયાના ખાનગી ગેસ્ટ હાઉસમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત!!

દલવાડી હોટલ પાસેના ગેસ્ટ હાઉસનો બનાવ

(કૌશલ સવજીણી દ્વારા) ખંભાળીયા તા. ૧ર :.. દેલવાડી હોટલ પાસે જામનગર રોડ પર આવેલા એક ખાનગી ગેસ્ટ હાઉસમાં રહેતા ચતુરભાઇ લહેરભાઇ ગોસ્વામી નામના ૩પ વર્ષના યુવાન ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી છે.આ ગેસ્ટ હાઉસમાં ૩૦ થી ૩પ જેટલા પરપ્રાંતિય તથા કંપનીના કર્મચારીઓ રહેતા હતા જેમાં કેટલાક કોરોનાગ્રસ્ત રહેતા પણ લેતા હતા તેમાં ચતુરભાઇ ગોસ્વામી તેના રૃમનું બારણું કલાકો સુધી બંધ રાખતા હોટલ સંચાલકોએ ખખડાવવા છતાં ના ખુલતા દરવાજો તોડી ને અંદર જતાં ગળેફાંસો ખાઇને પંખા પર લટકી જઇને ચતુરભાઇની લાશ પડી હોય પોલીસે લાશને ખંભાળીયા હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરવા વ્યવસ્થા કરી હતી.

મૃતકે સુસાઇટ નોટ પણ લખી હોવાનું તથા તે જામનગરનો રહેવાસી હોવાનું પણ બહાર આવ્યું છે.

(1:59 pm IST)