Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

અમરેલી લોહાણા સમાજના અગ્રણી જયસુખભાઇ પોપટનું કોરોનાના કારણે ઓકિસજન ઘટી જતા મૃત્યુ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૨: અમરેલી નિવાસી લોહાણા સમાજના અગ્રણી જયસુખભાઇ ભગવાનજી પોપટ (ઉ.વ.૭૨) (પ્રમુખશ્રી લોહાણા ગેસ્ટ હાઉસ) તથા શ્રી રામ બિલ્ડર્સવાળા તે પ્રવિણભાઇ (દાસભાઇ) તથા દિનેશભાઇ (જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ) તથા બિપીનભાઇ તેમજ સુરેશભાઇ અને શૈલેષભાઇ (નોટરી) ના મોટાભાઇ તેમજ ડો.દિવ્યેશ પોપટ અને પરાગ પોપટના પિતાજી સાકેતધામ પામેલ છે. સદગતની અંતિમયાત્રા આજે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી.

કોરોના મહામારીમાં ઓકિસજન ઘટી જતા મૃત્યુ થયેલ છે.

(4:21 pm IST)