Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

આદિત્‍યાણામાં જુગાર રમતા ૮ શખ્‍સો ૧,૭ લાખની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર,તા.૧૨ : આદિત્‍યાણામાં તીનપત્તી જુગાર રમતા આઠ શખ્‍સોને ૧૦,૭૦૦૦ની રોકડ સાથે પોરબંદર એલસીબી પોલીસે પકડી પાડેલ છે.

જૂનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્‍દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈનીનાઓ દ્રારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવળતી નેસ્‍ત નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્‍વયે એલ.સી.બી.  પી.આઇ એન.એન. રબારીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.  એન.એમ.ગઢવી તથા એલ.સી.બી.સ્‍ટાફના માણસો ઓફીસ હાજર હતા તે દરમ્‍યાન હેડ કોન્‍સટેબલ ગોવિંદભાઇ મકવાણા તથા કોન્‍સટેબલ દિલીપભાઇ મોઢવાડીયા નાઓને મળેલ સયુકત ચોક્કસ બાતમી હકિકત આધારે, પોરબંદર આદિત્‍યાણા ગામ, પંચાયત ચોક, કંટારીયા શેરીમા રહેતો આરોપી વિપુલ હેમરાજભાઇ કંટારીયા રહે.આદિત્‍યાણા વાળાએ પોતાના કબ્‍જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્‍યાએ રેઇડ કરતા આરોપી (૧) વિપુલ ઉર્ફે જોની હેમરાજભાઇ કંટારીયા (૨) ભીમા હિરાભાઇ મકવાણા (૩) ભુપત સવદાસભાઇ વાઢીયા (૪) ઓઘડ બાલુભાઇ ખુંટી (૫) કાના રામશીભાઇ બારડ (૬) રાજુ કારાભાઇ ચાવડા (૭) ભાવિન ઉર્ફે ભાવેશ પ્રવિણભાઇ ભુચલા (૮) રાજા જગાભાઇ ગુરગુટીયા રહે. તમામ આદિત્‍યાણા ગામ, તા.રાણાવાવ જી.પોરબંદર વાળાઓના કબ્‍જામાથી ગંજીપતા તથા રોકડા રૂા.૧,૦૭,૦૦૦/-સાથે જુગાર રમતા પાડયા અને રાણાવાવ પોલીસ સ્‍ટેશનમા ગુન્‍હો રજીસ્‍ટર કરાવેલ છે. 

 આ કામગીરીમાં એલસીબી પીએસઆઇ એન.એમ. ગઢવી, એએસઆઇ બટુકભાઈ વિંઝુડા તથા હેડ કોન્‍સટેબલ હરેશભાઇ આહિર, કેશુભાઇ ગોરાણીયા, ગોવિંદભાઇ મકવાણા, જીણાભાઇ કટારા, કોન્‍સટેબલ દિલીપભાઇ મોઢવાડીયા, રવિરાજ બારડ, કરશનભાઈ મોડેદરા, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતા.

(4:55 pm IST)