Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

માતાના મઢમાં ઘટસ્થાપન સાથે જ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ

કોરોનાને કારણે દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર બંધ હોઈ શાંતિ અને સાદગીપૂર્ણ માહોલમાં વિધિ સંપન્ન

ભુજ: કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ આશાપુરા માતાજીના મંદિર માતાના મઢ મધ્યે પરંપરા અનુસાર ઘટસ્થાપનની વિધિ સાથે જ ચૈત્રી નવરાત્રિ નો પ્રારંભ થયો છે.  ગાદીપતિ રાજાનાવા યોગેન્દ્રસિંહજીની ઉપસ્થિતિમાં આ ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી. જોકે, કોરોનાને કારણે ફરી એક વખત મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ હોઈ સાદગીપૂર્ણ માહોલમાં આ વિધિ યોજાઈ હતી.

(9:12 pm IST)