Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

મોરબીનાં કાંતિપુરમાં જનેતાને માર મારવાના ગુન્હામાં પુત્ર અને પૌત્રી સામે અટકાયતી પગલા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧ર :.. મોરબીના કાંતિપુર ગામમાં બે ભાઇઓ વચ્ચેના ઝઘડામાં જનેતાને માર મારનાર પુત્ર અને તેની પુત્રી સામે અટકાયત પગલા ભર્યા હતાં. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો.

મોરબી તાલુકાના કાંતિપુર ગામમાં રહેતા રંભાબેન નામના વૃધ્ધા એક જ ફળીયામાં રહેતા અમૃતભાઇ નામના પોતાના બીજા પુત્રના ઘેર જતા જેમની સાથે રહે છે તેવા મનસુખભાઇનો પીતો છટકયો હતો અને માતાને સાવરણી વડે માર માર્યો હતો.

આ મામલે કાંતિપુર ગામના સરપંચ ઇશ્વરભાઇ કલોલાએ જણાવ્યું હતું કે, ઘટના વીસેક દિવસ પહેલાની છે અને બે ભાઇઓ વચ્ચેના કૌટુંબિક પ્રશ્નમાં આ ઘટના બની હોવાનું અને જે તે સમયે પોલીસે પુત્ર વિરૂધધ અટકાયતી પગલાં પણ લીધા હોવાનું તેમણે ઉમેર્યુ હતું. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે વાયરલ થયેલા વિડીયો અંગે ગત ગુરૂવારે પોલીસ કાર્યવાહી કરી વૃધ્ધાના અમૃતભાઇ નામના પુત્ર વિરૂધ્ધ પ્રોહીબીશન હેઠળ અને સાવરણીથી માર મારનાર મનસુખભાઇ અને તેમની પુત્રી વિરૂધ્ધ કાર્યવાહી કરી અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતાં.

(12:46 pm IST)