Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ભુજની ૫.૭૧ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો : લોકડાઉનની આર્થિક મંદીના કારણે કરી હતી લૂંટ : બે યુવાનો ઝડપાયા બેની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : ભુજના એપીએમસી પાસે લખુરાઇ તળાવડી ચાર રસ્તા નજીક થયેલી લુંટનો ભેદ ઉકેલાઇ ગયો છે. ૨ દિવસ પહેલા બપોરના સમયે સી.એમ.એસ કંપનીનો કર્મચારી બેંકમાં ઉધરાણી કરી પૈસા જમા કરાવવા માટે જઇ રહ્યો હતો ત્યારેજ બે અજાણ્યા શખ્સો બાઇક પર છરી વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા જે લુંટનો બનાવ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાંખ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમા લાગેલા સીસી ટીવીની તપાસ કરતા એક શંકાસ્પદ બાઇક તપાસના દાયરામા આવી હતી જેની તપાસ કરતા તે બાઇક નાના રેહા ગામના પૃથ્વીરાજસિંહ ઉર્ફે લાલો શિવુભા જાડેજાનુ હોવાનુ સામે આવ્યુ હતુ. જે આધારે તપાસ કરતા ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતા તેના મિત્ર રવીરાજસિંહ વાઘેલાના ઘરે હોવાનુ ખુલતા પોલિસ ટીમ ત્યા પહોંચી હતી અને પૃથ્વીરાજસિંહ તથા રવિરાજસિંહ દિલુભા વાઘેલાની તપાસ કરતા તેઓએ લુંટની કબુલાત કરી હતી અને તેની પાસેથી લુંટમા ગયેલ પૈસા તથા મોબાઇલ,રોકડ અને બાઇકને પોલિસે કબ્જે કર્યા હતા. પોલિસ તપાસમા વધુ બે શખ્સોના નામ પણ ખુલ્યા છે.પચ્છિમં કચ્છ જીલ્લા પોલિસવડાએ ગુન્હાનો ભેદ ઉકેલાતા પત્રકાર યોજી માહિતી આપતા જણાવ્યુ હતુ. કે પૃથ્વીરાજસિંહ જાડેજાએ આર્થીક મંદિમાં આ લુંટને અંજામ આપ્યો હોવાનુ પ્રાથમીક રીતે જણાવી રહ્યો છે. લુંટના થોડા દિવસો પહેલા તેના મિત્ર સાથે રાજદિપસિંહ બાલુભા જાડેજા રાત્રીના સમયે બેઠા હતા ત્યારે ઇન્ટ્રાકાર્ટની ઓફીસે કામ કરતા સિધ્ધરાજસિંહ જીલુભા જાડેજાએ ટીપ્સ આપી ઓફીસનો કર્મચારી રોજ ૪ થી ૫ લાખથી વધુ રોકડ લઇ જાય છે. જેથી લુંટનો પ્લાન બનાવી ૯ તારીખે લુંટનો અંજામ આપ્યો હતો. પોલિસ તપાસમાં વધુ બે શખ્સોના નામ ખુલતા પોલિસે તેની શોધખોળ શરૂ કરી છે. પૃથ્વીરાજસિંહ ગેરેજ ચલાવે છે પરંતુ પાછલા થોડા મહિનાથી ધંધો ન હોતા આર્થીક સંકળામણ અનુભવતા તેને આ લુંટને અંજામ આપ્યો હોવાનુ જણાવી રહ્યો છે.

ભુજના ધોળા દિવસે બનેલી લુંટની ઘટનાથી પોલિસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા. જો કે ૨ દિવસમાંજ પોલિસે લુંટનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આર્થીક સંકળામણથી લુંટ માટે પ્રેરાયેલા બે લુંટારૂઓ ઝડપાઇ ગયા છે. જયારે ટીપ્સ આપી મદદગારી કરનાર અન્ય બે શખ્સોની પોલિસે ઝડપવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા બી-ડીવીઝનના સ્ટાફ લુંટનો ભેદ ઉકેલવા તપાસમાં જોડાયા હતા.

(10:00 am IST)