Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કેશોદ કોવિડ કેર હોસ્પિટલમાં વધેલી રકમ દાતાઓને પરત કરવાનો નિર્ણય કરતી સમીતી

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૨: સમગ્ર રાજયમાં કોરોના મહામારી ની બીજી લહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર મેળવવાં હેરાનપરેશાન થઈ રહ્યાં હતા એવી કપરી પરિસ્થિતિમાં શહેરના આગેવાનોએ સાથે મળી કોવિડ સમિતી રચી કેશોદ શહેરમાં મહિલા કોલેજ કેમ્પસમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે તેવા હેતુથી કેશોદ કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનો અભૂતપૂર્વ નિર્ણય કરવામાં આવેલ જે કેશોદ વિસ્તારના કોરોના દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયેલ છે. કેશોદ શહેર અને તાલુકાના દાતાઓ તરફથી અને વેપારીઓ દ્વારા પણ આટલાજ ઉત્સાહ સાથે ઉદાર હાથે ફાળો આપવામાં આવેલ હતો.

આ કોવિડ કેર હોસ્પિટલમાં શહેરના નામાંકિત તબીબો અને યુવાનો દ્વારા નિષ્ઠાપૂર્વક સેવા કરતાં દર્દીઓ અને પરિવારજનોને ખુબજ સરળતા ઉપલબ્ધ થઈ હતી. કેશોદ પંથકમાં કોરોના મહામારી કાબુમાં આવી જતાં કોવીડ કેર હોસ્પિટલ બંધ કરવાનો સમિતી દવારા નિર્ણય આવેલ હતો. આ કોવિડ કેર સેન્ટરમાં તમામ ખર્ચની રકમ બાદ કરતાં ૩૭ લાખ જેટલી માતબાર રકમ વધેલછે.

કેશોદ ખાતે શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં આવેલી માતબર રકમ ને કોવિડ કેર સેન્ટર બંધ કરતા વધેલી આ રકમ દાતાઓને પરત કરવાનો નિર્ણય કેશોદ કોવિડ કેર સેન્ટર સમિતિ દ્વારા કરવામાં આવેલછે.

કેશોદ ખાતે ૨૧ એપ્રિલ થી ૩૦ મે સુધી કોવિડ કેર સેન્ટર ચાલુ રાખવામાં આવ્યું હતું. કોવિંડ કેર સેન્ટર ચાલુ કરવા માટે ૭૧ લાખ જેટલી માતબર રકમ દાતાઓ ધ્વારા દાનમાં આપવામાં આવેલ હતી. જેમાંથી ૪૦ દિવસ સુધી ચલાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાંતમામ ખર્ચાઓ ને બાદ કરતા ૩૭ લાખ રૂપિયા જેટલી માતબાર રકમ વધતા કોવિડ કેર સેન્ટર સમિતિએ ફિકસ ડિપોઝીટ માં મુકવાનો નિર્ણય કર્યો હતો. જેથી ભવિષ્યમાં આવી કોઈ મહામારી આવે તો તેવા ભાવિ અનુમાનને ધ્યાનમાં લઈ કેશોદ તાલુકા અને શહેર વિસ્તારના લોકોને ભવિષ્યમાં મદદરૂપ થઈ શકાય તેમાટે આ વધેલ રકમ બેંકમાં ફિકસ ડિપોઝિટ તરીકે મુકવાનો નિર્ણય કરેલ હતો પરંતુ આ ફિકસ ડિપોઝિટ કરવા માટ કાયદાકીય ટેકનિકલી પ્રશ્ન ઉભો થતાં કોવિડ કેર સમિતિએ દાતાઓને પરત કરવાનો નિર્ણય કર્યો છે.

કેશોદ કોવિડ કેર સેનટરના સમિતિના સભ્ય ભરતભાઈ વડાલીયાએ ઉપરોકત માહિતી આપતા જણાવેલ કે ભવિષ્યમાં કોરોના જેવી મહામારીમાં દાતાઓની સરવાણી વહેતી રહે તેવી અપેક્ષા સાથે અંતમાં તેમણે દાતાઓ કાર્યકરો ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ અને આ કાર્યમાં મદદરુપ બનેલ તમામનો આભાર વ્યકત કર્યો હતો.

(9:59 am IST)