Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ભાવનગરના ટીંબીના સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલને સરકાર દ્વારા રૂ. ૭૧.૭૪ લાખની સહાય મંજૂર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૧૨ : સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર)માં છેલ્લા દસ વર્ષથી તદ્દન વિનામૂલ્યે આરોગ્યલક્ષી સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. આ સેવા યજ્ઞમાં દાતાશ્રીઓનો આર્થિક સહયોગ તેમજ સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાનો લાભ મળી રહ્યો છે. જેથી આ આરોગ્ય મંદિરમાં જ્ઞાતિજનોના ભેદભાવ વગર સમગ્ર ગુજરાતના જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સારવાર પ્રદાન કરવામાં આવી રહી છે.

આ સેવાકાર્યથી વાકેફ નાયબમુખ્યમંત્રી તેમજ આરોગ્યમંત્રી સાધન સહાય દવા-સહાય અને મહેકમ માટે માટે વાર્ષિક રૂ. ૭૧,૭૪,૬૮૦ની સહાય આવતા ત્રણ વર્ષ માટે મંજૂર કરેલ છે. જેનો લાભ ગુજરાતના સેંકડો દર્દીઓને મળશે. આ માટે હોસ્પિટલ ટ્રસ્ટી મંડળે ગુજરાત સરકારનો આભાર માન્યો છે.

સેવાભાવી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને વાર્ષિક વધુમાં વધુ રૂ.  બે કરોડની મળવાપાત્ર સહાય અંગેની નવી મહેકમ યોજનાનો લાભ ગુજરાતની કુલ પાંચ જેટલી હોસ્પિટલોને મંંજૂર કરેલ છે. જેમાં સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલનો પણ સમાવેશ થયેલ છે.

અગાઉ હોસ્પિટલના પ્રમુખ -ધનસુખભાઇ દેવાણી, ઉપપ્રમુખ-બી.એલ.રાજપરા, મંત્રી પરેશભાઇ ડોડીયા, ટ્રસ્ટી જગદિશભાઇ ભીગરાડીયા તેમજ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખશ્રી ગોરધનભાઇ ઝડફીયાએ નાયબ મુખ્યમંત્રીશ્રીની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ અંગે વિસ્તૃત રજુઆત કરી હતી.

(10:03 am IST)