Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રા સરકારની ગાઇડલાઇન મુજબ નીકળશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨ : ભાવનગરમાં દર વર્ષે અષાઢી બીજ નિમિતે સ્વ.ભીખુભાઇ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે.

દર વર્ષની જેમ આ વર્ષે તા. ૧૨ જૂલાઇએ ભગવાન જગન્નાથજીની ૩૬મી રથયાત્રાનું આયોજન કરાશે.

ધાર્મિક વિવિધતાઓ જેવીકે ધ્વજારોહણ, સ્નાન વિધિ, નેત્રવિધિ, ભોગવિધિ અને મંદિર પરિસરમાં પ્રતિક સ્વરૂપે ભગવાનના રથને ભાવનગરના નેક નામદાર મહારાજા તથા સંતો આગેવાનો અને ભોઇ સમાજના યુવકો દ્વારા ખેંચવામાં આવેલ અને સાંજ સુધી લોકોના મંદિર પરિસરમાં રથ રાખેલ હતો તેવી રીતે ગયા વર્ષે રથયાત્રા યોજાઇ હતી.આ વર્ષે સરકારની ગાઇડલાઇન મુજબ રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. હાલ ભગવાનના રથ તૈયાર થાય છે તે ઉપરાંત તમામ ધાર્મિક વિધિઓ જે તે સમય મુજબ સંપન્ન થશે તથા ભગવાનના રથને જે રીત સજાવવા આવે છે તે મુજબ સજાવવામાં આવશે.

(11:27 am IST)