Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ખીરસરા પ્રાથમિક આરોગ્યની કામગીરીને બિરદાવતા રાદડીયા

ખીરસરા : ખીરસરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ તેમના પત્ની મિતલબેન રાદડીયાએ કોવેકસીનનો બીજો ડોઝ લીધો હતો. આ તકે જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરી, આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો.મંથન માકડીયા તથા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કામાણી, મહામંત્રી અનિરૂધ્ધસિંહ ડાભી, જયેશભાઇ સાગઠીયા, શૈલેષભાઇ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. જયેશભાઇ રાદડીયાએ ખીરસરા આરોગ્ય કેન્દ્રની કામગીરીને બિરદાવી હતી.(તસ્વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ, ધર્મેન્દ્ર બાબરીયા, ખીરસરા-ધોરાજી)

(11:30 am IST)