Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રાજકોટમાં રાજગોર બ્રાહમણ કોવિડ સેન્ટરમાં ૩૦૦ થી વધુના જીવ બચાવવામાં મદદરૂપ થનારા અધિક કલેકટરનું સન્માન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૨: રાજકોટ ખાતે રાજગોર બ્રાહ્મણ કોવિડ સેંટરમાં ૩૦૦ થી વધુ લોકોને જીવ બચાવવામાં મદદરૂપ બનનાર અધિક કલેકટર પરિમલ પંડયાનું સન્માન કરવામાં આવ્યુંર્ં હતું.

ગત એપ્રિલ માસમાં જયારે કોરોનાએ રોદ્રરૂપ ધારણ કરેલ ને તેવા સમયે ઓકિસજન તથા ઇન્જેકશનને હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ બની ગયેલ તેવા સજોગો માં રાજગોર બ્રાહ્મણ પરિવાર  દ્વારા સમાજ ના દર્દી ઓ માટે ફ્રી માં  કોવિડ સેંટર શરૂ કરવાથી લોકો ના જીવ બચે પણ ઓકિસજન વગેરે બાબતો તંત્ર ની મંજૂરી વગેરે કાર્ય અઘરું હતું.

તેવા સમયે કમિટી દ્વારા અધિક કલેકટર  પરિમલ પંડયાનો સપર્ક કરેલ ત્યારે કલેકટર કચેરી સ્ટાફના અધિક કલેકટર જે કે પટેલ  તથા વીરેન્દ્ર બસિયા સાહેબ તથા ડિઝાસ્ટરના હરદીપ સિંહ વગેરે અધિકારીઓ કર્મચારીઓ દ્વારા પરમિશન થી માંડી ઇન્જેકશન પ્લાઝમા ઓકિસજન ની તમામ વ્યવસ્થા કરી આપેલ ને રાજકોટ ખાતે ઓકિસજન સુવિધાઓ સાથેની જ્ઞાતિ આધારિત વિના મૂલ્યે ફ્રી સેવાની રાજકોટ માં સર્વ પ્રથમ કોવિડ સેંટર વિજય પ્લોટ ગોંડલ રોડ ખાતે શરૂ કરવામાં આવેલ.

જેમાં એક માસમાં ૩૦૦ થી વધુ દર્દીઓ રાજગોર બ્રાહ્મણ કોવિડ સેંટરમાં સાજા થઈને વિના મૂલ્યે કોઈ ખર્ચ વગર બ્રાહ્મણ પરિવારના દર્દીઓ ના જીવ બચયા જે હાલ સંક્રમણ અટકતા આ કોવિડ સેંટર હાલ બંધ કરી દીધેલને કોવિડ સેંટર કમિટીના જતીનભાઈ ભરાડ, રાજુભાઈ શીલુ, ભરતભાઈ જોષી વગેરે  દ્વારા અધિક કલેકટર શ્રી પરિમલ પંડયા નોડલ ઓફિસર વિરેન્દ્રભાઈ બસિયાભાઇ તથા  કલેકટર ઓફીસ સ્ટાફને રૂબરૂ સન્માન પત્રક આપ્યુ હતું.(૨૩.૩)

 

દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જયોર્તિલીંગ, રૂક્ષ્મણી મંદિર બેટ દ્વારકાના દર્શને ભાવિકોઃ શિવરાજપુર બીચ પણ ખુલ્યો

દ્વારકાઃ દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જયોતિર્લિંગ અને રૂક્ષ્મણી મંદિર, તથા બેટ દ્વારકા મંદિરના દર્શન ગઇકાલથી ખુલ્યા છે. ર્ંશિવરાજપુર બીચ પણ ખુલ્લો મુકાયો.ર્ં ગુજરાત રાજય સરકાર ની ગાઈડલાઈન મુજબ પવિત્ર યાત્રાધામ દ્વારકા વિસ્તારની દર્શન સર્કિટના ધર્મ ક્ષેત્રના દેવ મંદિરો દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા છે. સવારથી જ સ્થાનિક ભકતોએ ભાવભેર થઈ મંગળા આરતીના દર્શનનો લાભ લીધો હતો. દ્વારકાધીશ મંદિરમાં જય દ્વારકાધીશના જય ઘોષ સાથે ભાવિકોએ લાઇન લગાવી હતી. સાથે જ દ્વારકાધીશ મંદિર સહિતના રુક્ષમણી મંદિર તથા નાગેશ્વર જયોતિર્લિંગ તથા બેટ-દ્વારકામાં પણ ભકતો તેમના શ્રદ્ઘાસુમન અર્પણ કર્યા હતા. પ્રવાસીઓ માટે શિવરાજપુર બીચ પણ ફરીથી શરૂ થતાં સૌરાષ્ટ્રવાસીઓને બીચ નજીક હોવાથી વધુને વધુ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ હાલ દ્વારકા આવશે તેવું જણાઈ રહ્યું છે.(અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણીઃ દ્વારકા)

(11:31 am IST)