Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

દ્વારકા જિલ્લામાં ૧૪ પોઝીટીવ સામે ૧૪ સાજા થયા

ખંભાળીયા તા. ૧ર :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણમાં દિન પ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે તથા રોજ ૯૦ કેસ પોઝીટીવે પહોંચેલા આંકડા હવે પંદરની અંદર થઇ ગયા છે.

ગઇકાલે ર૪ કલાકમાં કોરોના પોઝીટીવના માત્ર ૧૪ કેસ નવા નોંધાયા છે જેમાં ભાણવડમાં છ, ખંભાળીયામાં એક, દ્વારકામાં છ તથા કલ્યાણપુરમાં એક નોંધાયા છે. જયારે ૧૪ કેસ ડીસ્ચાર્જ થયા છે જેમાં ભાણવડમાંથી સાત દ્વારકામાંથી ચાર તથા કલ્યાણપુરમાં એક નવા કેસ થયા છે.

જયારે ભાણવડમાં ૧૭૭, દ્વારકામાં ર૧૦ કલ્યાણપુરમાં ર૩૦ તથા ખંભાળીયામાં ર૦૦ મળી તે કુલ ૮૧૭ ટેસ્ટીંગ પણ કરવામાં આવેલા હતાં.

(11:33 am IST)