Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ઉપલેટા તાલુકામાં કોંગ્રેસ દ્વારા દેખાવો અને ધરણા

ઉપલેટા : તાલુકામાં વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને ભાદર રોડ પર એસારપેટ્રોલ પંપ સામે કોંગ્રેસના આગેવાનો લખમણભાઇ ભોપાળા, ગુલામ બાપુ ,રજાકભાઈ સિંગોડા,જસાભાઈ ડેર અને શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ભાઈ ચોટાઈ દ્વારા પેટ્રોલ પમ્પ સામે દેખાવ અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા જેમાં શહેર પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કહેવત મુજબ રાજાની કુવરી દિવસે ન વધે એટલું રાતે વધે અને રાતે ન વધે એટલું દિવસે વધે એ મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેનાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે જે વાત સરકારના ધ્યાનમાં આવે તે માટે ધરણાં અને દેખાવો કરવામાં આવ્યા હતા જેમાં તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના ના કોંગ્રેસના આગેવાનો મળીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં wait અને એકસાઇઝ ડ્યૂટીના નામે સરકાર પ્રજાને લૂંટી રહી છે તો પેટ્રોલ-ડીઝલ જીએસટીના દાયરામાં આવે તેવી પણ માંગ કરી હતી.

(11:34 am IST)