Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી અંજાર પોલીસ

ભુજઃ સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા તથા પુર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગની સુચના આધારે ઇન્સપેકટર એમ.એન.રાણાએ અંજાર પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૯૯૩૦૦૩ર૧૦૭૬૭/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૫૭,૫૫૪ મુજબના ગુનો તા.૧૧/૬/૨૦૨૧ના જાહેર થયેલ આ કામેના ફરીયાદી રોનકભાઇ પ્રવીણભાઇ કાનાણીનાઓની નેચર પ્લાયવુડ ફેકટરીમાં આવેલ ફોલ્ડીંગ દીવાલ ખોલી નાખી અંદર પ્રવેશી સેડના દરવાજાના તાળા તોડી અંદર રહેલ એલુમીનીયમને પ્લેટો નંગ-૩પ કી. રૂ. ૧,૭પ,૦૦૦ની ચોરી થયેલ જે ગુનાની હકીકત મેળવી ગળપાદર હાઇવે પર આવેલ મેઘપર ગામના પુલીયા પાસે ચોરીમાં ગયેલ મુદામાલ તથા આરોપીઓને રાઉન્ડ અપ કરી ગણતરીના કલાકોમાં હાઇવે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી (૧) સંજય પોપટભાઇ ભીલ (ઉ.વ.ર૦) રહે. હાઉસીંગ બોર્ડ ગળપાદર તા.ગાંધીગ્રામ (ર) સવજી બાબુભાઇ ભીલ (ઉ.વ.ર૧) (૩) અર્જુનભાઇ દેવાભાઇ ભીલ (ઉ.વ.રર) રહે. મેઘપર ગામ તા.અંજારને ઝડપી લઇ  (૧) એલ્યુમીનીયમની નંગ-૩૭ કિ. રૂ. ૧,૮પ,૦૦૦ (ર) મહીન્દ્રા પીકપ જેના રજી.નં. જીજે-૧ર-બીવી ૩૬૮૮ વાળીની કી. રૂ. ૩,પ૦,૦૦૦ (૩) મોબાઇલ ફોન નંગ-૩ કિ. રૂ. ૧૦,પ૦૦ કુલ કિ. રૂ. પ,૪પ,પ૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે. મજકુર આરોપીઓ કંપનીઓમાં પ્રવેશ કરી કંપનીમાં રહેલ સરસામાનની ચોરી કરવાની ટેવવાળા છે.

(11:34 am IST)