Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ગોંડલમાં દિવ્યાંગો માટે વેકસીનેશન કેમ્પ

ગોંડલ :  શહેર તેમજ તાલુકાના ચોરાસી ગામ માં આશરે ૭૦૦દ્મક પણ વધારે દિવ્યાંગો રહેતા હોય આવા લોકોને વેકિસનેશન માં કોઈપણ જાતની તકલીફ ના પડે તેવા શુભ હેતુથી ટીમ ગણેશ દ્વારા સંગ્રામસિંહજી હાઇસ્કુલ ખાતે વેકિસનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા સમાજ સુરક્ષા, રાજકોટ જિલ્લા પંચાયત કચેરી તેમજ આરોગ્ય અને વહીવટી તંત્રના લોકોએ જહેમત ઉઠાવી હતી. દિપ પ્રાગટ્ય ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું બ્લોક હેલ્થ ઓફિસર ગોયલ, સમીરભાઈ કોટડીયા, યુવા અગ્રણી ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ સોની સહિતનાઓ હાજર રહ્યા હતા કેમ્પ યોજાયો તે તસ્વીર.

(11:35 am IST)