Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

મ્યુકર માઇકોસીસના દર્દીઓને ઇન્જેકશન પુરતા પ્રમાણમાં મળે તેવી સુવિધા કરો

નિતીનભાઇ પટેલને પત્ર પાઠવીને વિક્રમભાઇ માડમની રજૂઆત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૨ : ધારાસભ્ય વિક્રમભાઇ માડમે આરોગ્યમંત્રી નિતીનભાઇ પટેલને પત્ર પાઠવીને મ્યુકરમાઇકોસીસના દર્દીઓ માટેના ઇન્જેકશન લાઇફોસોમલ એમ્ફોટેરેસીન-બી સરકારી હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં અને દર્દીઓને જોઇએ ત્યારે નહી મળતા હોવા બાબતે રજૂઆત કરી હતી.

વધુમાં જણાવ્યુ કે, ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઇ હતી કે માઇક્રોસીસના દર્દીઓ કે જેઓ સરકારી કે અન્ય હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલ છે તેમને  ઇન્જેકશન સરકારી હોસ્પિટલોમાંથી મળશે તેવુ સરકાર દ્વારા જણાવવામાં આવેલ છે.

પરંતુ માઇક્રોસીસના ઇન્જેકશનો સરકારી હોસ્પિટલોમાંથી આ રોગના દર્દીઓ કે જેઓ ખાનગી રીતે સારવાર લઇ રહેલ છે તે તમામને જોઇએ ત્યારે અને જેટલા જોઇએ તેટલા પ્રમાણમાં પુરતા મળતા નથી તો જાહેરાત મુજબ મળે તે માટે આરોગ્યમંત્રી નિતીનભાઇ પટેલને પત્ર પાઠવીને વિક્રમભાઇ માડમે માંગણી કરી હતી.

(11:37 am IST)