Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

માળીયા મિંયાણા પાસે ટ્રક અકસ્માતમાં રાજસ્થાન બાડમેરના કમાલ ખાનનું મોત

કચ્છથી અમદાવાદ જતી વખતે બનાવઃ રાજકોટમાં મોત નિપજ્યું

રાજકોટ તા. ૧૨: માળીયા મિંયાણાથી એક કિ.મી. દૂર પુલ નજીક મોડી રાતે બે વાગ્યે ટ્રકને અકસ્માત નડતાં રાજસ્થાની ટ્રક ચાલક યુવાનનું મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ રાત્રીના બે વાગ્યા આસપાસ માળીયા મિંયાણા નજીક  ટ્રકનો કોઇ વાહન સાથે અકસ્માત સર્જાતા ટ્રકના ચાલક રાજસ્થાના બાડમેરના ચોટન તાબેના બસની કીઢાના ગામના કમાલ બીલાલભાઇ ખાન (ઉ.વ.૨૩)ને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ માળીયા પોલીસને જાણ કરી હતી. કમાલ ખાન કચ્છથી ટ્રક લઇ અમદાવાદ જવા નીકળ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.

(11:40 am IST)