Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રાવલ પાસેથી ૩૦ લાખનો દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

રણજીત મોઢવાડીયાએ ખેતરમાં સંગ્રહ કરેલઃ ટ્રકના કન્ટેનરમાંથી ૭૮૩૬ બોટલો કબ્જેઃ આરોપીઓ ફરાર

ખંભાળીયા તા. ૧ર :.. દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુનિલ જોષીએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાખવામાં આવેલ પ્રોહી-જુગાર ડ્રાઇવ અન્વયે એફ. બી. ગગનીયા પો. સબ. ઇન્સ. કલ્યાણપુર પો. સ્ટે.ના સ્ટાફના માણસો દ્વારૂ, જૂગારની અસામાજીક પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા પેટ્રોલીંગમાં હોય દરમ્યાન એ. બી. ગોઢાણીયા પો. સબ. ઇન્સ. રાવલ આ. પો. નાઓને તથા  એફ. બી. ગગનીયા પો. સબ. ઇન્સ. કલ્યાણપુર પો. સ્ટે.નાઓને મળેલ હકિકત આધારે રાવલ ગામથી ગોરાણા ગામ તરફ જતા રસ્તે રાવલ ગામની સિમમાં સતી તળાવની બાજુમાં આરોપી રણજીતભાઇ વજશીભાઇ મોઢવાડીયાએ પોતાના ખેતરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી ખેતરમાં સંગ્રહ કરતા હોય જેની હિરેન્દ્ર ચૌધરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી તથા એફ.બી. ગગનીયા પો. સબ. ઇન્સ. શ્રી કલ્યાણપુર પો. સ્ટે.નાઓ તથા પી. ડી. વાંદા, પો. સબ ઇન્સ. શ્રી તથા કલ્યાણપુર સ્ટાફ દ્વારા હકિકત વાળી જગ્યાએ પ્રોહીબીશન અંગે રેઇડ કરતા આરોપી રણજીતભાઇ વજશીભાઇ મોઢવાડીયાના ખેતરમાં ટ્રક-કન્ટેનર નં. એમ. એચ. ૦૪-એચ.વાય. ૯પ૦ર નો મળી આવેલ.

જેના કન્ટેરના ભાગે ઇગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ જેમાં મેકડોવેલ્સ નં. ૧ કુલ-બોટલ નંગ-૪૪૬૩ કિ. રૂ. ૧૭,૮પ,ર૦૦ તથા બ્લુ સ્ટોક રીઝર્વ વ્હીસ્કી કુલ બોટલ નંગ-ર૯૭૬ કિ. રૂ. ૧૧,૯૦,૪૦૦ તથા ટ્રકની કિ. રૂ. ૧૦,૦૦,૦૦૦ તથા જગ્યાએ મળી આવેલ મો. સા. જીજે-૧૦-સીડી-૪૦૮૯ કિ. રૂ. ર૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિ. રૂ. ૩૯૯પ૬૦૦ નો મળી આવેલ અને કલ્યાણપુર પો. સ્ટે. માં ગુન્હો દાખલ કરી ફરારી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

આ કાર્યવાહી હિરેન્દ્ર ચૌધરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી ખંભાળીયા વિભાગનાઓ તથા એફ. બી. ગગનીયા પો. સબ. ઇન્સ. કલ્યાણપુર પો. સ્ટે. તથા એ. બી. ગોઢાણીયા પો. સબ. ઇન્સ. રાવલ આ. પો. તથા પી. ડી.  વાંદા, પો. સબ. ઇન્સ. ભાટીયા આ. પો. નાઓ તથા કલ્યાણપુર પો. સ્ટેના પો. હેઙ કોન્સ. મુકેશભાઇ વાઘેલા તથા નારણભાઇ સદાદીયા તથા રાજાભાઇ ગોજીયા તથા કનુભાઇ ચાવડા તથા મયુરભાઇ ગોજીયા તથા પરબતભાઇ વરૂ તથા ધર્મદીપસિંહ ઝાલા તથા પો. કોન્સ. સુમાતભાઇ ભાટીયા તથા જનકભાઇ કરમુર તથા મિલનભાઇ ભંભાણા તથા ભાવિનભાઇ પિપરોતર દ્વારા કરવામાં આવેલ.

(11:44 am IST)