Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ગિરનારના વિકાસને લગતા અનેક અણઉકેલ પ્રશ્નો મુદ્દે નિર્ણયો લેવાયા

ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની વર્ચ્યુલ મિટીંગ યોજાઇ : રાજય સરકારની કામગીરીને બિરદાવાઇ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૨ : ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની વર્ચ્યુલ મીટીંગ જૂનાગઢ કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલમાં યોજાઇ હતી. આ મિટીંગમાં ગાંધીનગરથી યાત્રાધામ વિકાસ મંત્રી વિભાવરીબેન દવે, પ્રવાસન સચિવ મમતા વર્મા, યાત્રાધામ વિકાસ બોર્ડના અનિલભાઇ પટેલ, જૂનાગઢના કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર, ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળના મહેન્દ્રભાઇ મશરૂ, પ્રદિપભાઇ ખીમાણી, શૈલેષભાઇ દવે, કલેકટર ડો.સૌરભભાઇ પારધી, કમિશ્નર તુષારભાઇ સુમેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગિરનાર પર્વત પર વેપાર કરતા વેપારીઓ મંદીરના પૂજારીએ તથા અંબાજી મંદિરે બેસતા ડોળીવાળાને રોપવેના પાસ રાહતદરે અને માલ સાથે લઇ જવા મંજુરી આપવી જોઇએ. અંબાજી મંદિર બાંધવામાં આવેલ ટોયલેટ બ્લોક હજુ શરૂ થયા નથી તેને શરૂ કરવા જોઇએ.ગિરનાર પર્વત પર દર પાંચસો હજાર પગથીયાએ ટોયલેટ બ્લોક પીવાના પાણીની વ્યવસ્થા, વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકા-તળાવ અને પર્વત પર રહેલ તળાવનો ઉપયોગ જાહેર જનતા માટે કરવા દેવો જોઇએ.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગિરનાર તથા જૂનાગઢના અમુક વિસ્તારની સફાઇની જવાબદારી પ્રાઇવેટ કોન્ટ્રાકટને સોપવામાં આવી છે. તેના સાઇનબોર્ડ તથા નકશા જાહેર જનતા જોઇ શકે તે રીતે દર્શાવવા જોઇ ફરીયાદ કરવા મોબાઇલ નંબર દર્શાવવા જોઇએ. દામોદર કુંડ પાસે ભાઇઓ તથા બહેનો માટે શૌચાલય બનાવવા મેઇન રોડથી દામોદર કુંડ જવા માટેનો પુલ જર્જરીત થતા તેનુ સમારકામ કે નવો બનાવવો દામોદરકુંડ પર તીર્થ પુરોહીતોને રાજય સરકાર કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ. રૂમ નાના છે તેને બદલ મોટા રૂ બનાવવા અને યાત્રિકોને ફીલ્ટર યુકત ઠંડુ પાણી માટે મળે તેવુ આયોજન કરવુ જોઇએ.

ગિરનાર પર્વત પર પાણી સ્વખર્ચે પહોચાડવાની લેખીત ઓફર ભવનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે તેને ધ્યાને લઇ યોગ્ય નિર્ણય અને પર્વત પર મોટી લાઇનો નાખી ૧૧ કેવી ની લાઇન પાવર સપ્લાય માટે નોખા વિદ્યુત પુરવઠો સતત જળવાય રહે તેવુ આયોજન કરવુ જોઇએ.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતના આઠ યાત્રાધામોમાં સફાઇની કામગીરી પ્રાઇવેટ કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવે છે તે પૈકી ગીરનાર વિસ્તારમાં આ કામગીરીને લગતી વિગતો દર્શાવતા સાઇન બોર્ડ લગાવવા તથા સફાઇને લગતી ફરીયાદો માટે કોઇ એક અધિકારીનો મોબાઇલ નંબર પણ લખવા માટે મંત્રી વિભાવરીબેન દવેની જૂનાગઢ મુલાકાત સમયે નકકી થયુ હતુ પરંતુ હજુ સુધી આવા કોઇ સાઇન બોર્ડ કોન્ટ્રાકટર તરફથી લગાવવામાં આવ્યા નથી.

જૂનાગઢમાં સફાઇ કામ ખૂબ જ નબળુ અને અવ્યવસ્થિત થાય છે. સફાઇની કામગીરીનું થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરી તેનો રીપોર્ટ દર મહિને યાત્રાધામ વિકાસબોર્ડને આપવામાં આવે અને આગેવાનો આ વિસ્તારના કોર્પોરેટરો, દામોદર કુંડના વગેરેને પણ મળી તેના અભિપ્રાયો જાણે તે જરૂરી છે.

ગિરનાર પર્વત પર આવેલ જટાશંકર ધર્મશાળા કે જે ખંઢેર બની ગઇ છે તેના રીનોવેશન કામગીરી કરવા રજૂઆત કરી છે. ભવનાથ વિસ્તારમાં આવેલ સુદર્શન તળાવના રીનોવેશનની કામગીરી દામોદરકુંડની આજુબાજુમાં ફેન્સીંગ કરી આ વિસ્તારને જંગલી પ્રાણીઓથી મુકત કરવો ગિરનાર પગથીયાની ગંદકી દૂર કરવા અને આ કામની વ્યવસ્થા કરવી અને પુ.શેરનાથ બાપુના આશ્રમની સફાઇ થતી નથી તે બાબતે યોગ્ય કરવા રજૂઆત કરાઇ છે.(૪૫.૧૦)

સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા આવેદન

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાઃ. સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ એન. ડાવરાએ પત્ર પાઠવી રાજ્યપાલ તેમજ મામલતદાર કચેરી સાવરકુંડલાને પેટ્રોલ, ડીઝલ, ગેસ અને આવશ્યક ચીજવસ્તુના ભાવ વધારા સામે વિરોધ કરવા અંગે રજુઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યુ કે હાલ કોરોનાની મહામારી અને તૌકતે વાવાઝોડાના કપરા સમયમાં પેટ્રોલ, ડીઝલ, તેલ, ગેસના ભાવો આસમાને પહોંચ્યા છે. જેથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ બાબતે યોગ્ય જવાબ આપવા માંગણી કરી હતી.

(11:46 am IST)