Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

શાપર-વેરાવળના દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પકડાયો

મેટોડાના જીજ્ઞેશ જોષીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો

રાજકોટ તા.૧ર : શાપર-વેરાવળના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.

શાપર-વેરાવળના દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી જીજ્ઞેશ વાસુદેવભાઇ જોષી રે. મેટોડા શાપરમાં આવ્યો હોવાની બાતમી મળતા રૂરલ પેરોલફર્લો સ્કવોડના પી.એસ.આઇ. વી.એમ. કોલાદરા તથા સ્ટાફે દબોચી લઇ શાપર પોલીસના હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્કવોર્ડના હેડ કો. પ્રભાતસિંહ પરમાર, કરશનભાઇ કલોતરા, વિરરાજભાઇધાંધલ, મહેન્દ્રસિંહ સોંલકી, ડ્રા. એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર તથા ડ્રા.પો.કો. વિરમભાઇ સમેચા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:47 am IST)