Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

મોરબી જિલ્લામાં કોરોનાના બે કેસ

મોરબી તા. ૧૨ : મોરબી જીલ્લામાં શુકવારના ૨ કેસ પોઝીટીવ નોંધાયા છે તો વધુ ૩ દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી ૨૨ એકટીવ કેસ હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી મળી હતી

જેમાં મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ૨ કેસ પોઝીટીવ આવ્યા છે તો અન્ય તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી.મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૬૪૮૪ પોઝીટીવ કેસ નોંધાઈ ચુકયા છે તો ૬૧૨૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુકયા છે અને ૮૭ દર્દીઓના મૃત્યુ થયા છે તેમજ હાલ એકટીવ કેસની સંખ્યા ૨૨ છે.

દારૂની બોટલો સાથે બાઇકચાલક ઝડપાયો

લખધીરપુર રોડ પર કાચા રસ્તા પર જીજ્ઞેશભાઇ મનસુખભાઇ મહેમદાવાદી (ઉ.વ. ૨૧) બાઈક નંબર જીજે-૩-ઇડી-૫૬૯૫ માં આધાર વગર ઇંગ્લીશ દારૂની ૨ બોટલો નંગ કિંમત રૂપિયા ૬૦૦ વેચાણ કરવાના ઇરાદે સાથે જતો હતો. પોલીસે દારૂ અને બાઈક મળી કુલ કીમત રૂપિયા ૧૦,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

(11:49 am IST)