Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

દ્વારકાના નાગેશ્વર નજીક ચુંટણીના જુના મનદુઃખમાં ડખ્ખો સામસામી મારામારીમાં ચારને ઈજા

 ખંભાળિયા તા.૧૧, દ્વારકાના નાગેશ્વર વાડી વિસ્તારમાં રહેતાં જેઠાભા જીમલભા સુમણીયા (ઉ.વ.૩૦)ના ગઈકાલે નાગેશ્વર મંદિર રોડ પર હતા ત્યારે વનરાજભા લધુભા માણેક, હરેશભા  ધનભા માણેક, ડીકાભા મેરૂભા સુમણીયા, બાલુભા ઘેલુભા સુમણીયા બધાએ મળી લોખંડના પાઈપ તથા ધોકા વડે મારમારતાં છોડાવવા પડેલા સાહેદને પણ મારમારી ઈજા કરી હતી. આ અંગે જેઠાભા જીમલભા સુમણીયાએ દ્વારકા પોલીસમાં ચારેય શખસો સામે ફરીયાદ નોધાવી છે. જ્યારે સામાપક્ષે વનરાજભા લધુભા માણેક (ઉ.વ.૩૫) રહે મેવાસા વાડી વિસ્તાર વાળાએ જેઠાભા જીમલમા સુમણીયા, બાબુભા મેરાભા સુમણીયા, રણમલભા સામરાભા સુમણીયા, સામરાભા બાલુભા સુમણીયા વિરુઘ્ધ તેમને તથા સાહેદને લોખંડના પાઈપ તથા ધોકા વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાવી છે. પોલીસે બંન્ને પક્ષની ફરીયાદ પરથી આઠ શખસો સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અગાઉ થયેલી ચૂંટણીના મનદુઃખનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો વધુ તપાસ દ્વારકા પોલીસે થયાવત રાખી છે.

(11:49 am IST)