Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

લોધિકાના પારડી ગામનો યુવાન મરવા માટે ભવનાથ આવેલ પણ પોલીસે સમજાવી પરત પરિવારને સોંપ્યો

જૂનાગઢ,તા.૧૨: ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.કે.વાજા, સ્ટાફના હે.કો. ભીમાભાઈ, રામદેભાઈ, રાજુભાઇ ઉપાધ્યાય, યુસુફભાઈ, પો.કો. અશ્વિનભાઈ, કૌશિકભાઈ, સહિતના સ્ટાફની ટીમ ભવનાથ વિસ્તારમાં કાશ્મીરીબાપુના આશ્રમ તરફના રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી, દરમિયાન એક ત્રીસેક વર્ષનો યુવાનને પોતાની ફોરવહીલ સાથે ગભરાયેલો શંકાસ્પદ હાલતમાં ઉભેલો જોઈ જતા, તાત્કાલિક તેને પૂછપરછ કરતા, પોતાને જીવવું નહીં હોવાનું જણાવતા, સમજાવીને ભવનાથ પોલીસ સ્ટેશન લાવેલ હતા.

ભવનાથ ખાતે મળી આવેલ યુવાને પોતાનું નામ રાજુભાઇ હરિભાઈ પરમાર ઉવ.  ૩૦ રહે. પારડી ગામ, શીતળા માતાના મંદિર પાસે, તા. લોધિકા હોવાનું અને પોતાના દ્યરકંકાશના કારણે, પોતાને લાગી આવતા, પોતાની કારમા ભવનાથ ખાતે આવી, જંગલ વિસ્તારમાં આ પગલું  ભરતો હોવાનું જણાવતા, ર્ંભવનાથ પોલીસની ટીમ દ્વારા પારડી તથા રાજકોટ ગામ ખાતેથી તેના પિતા હરિભાઈ તથા મોટાભાઈ સંજયભાઈને બોલાવી, યુવાનને હેમખેમ સોંપવામાં આવેલ હતો.

યુવાન આખા દિવસનો જમ્યો ના હોઈ, ભવનાથ પોલીસની ટીમ દ્વારા જમવાનું મંગાવી, સાંત્વના આપી, જમાડયો પણ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા યુવાનને જિંદગી માણસને એકવાર જ મળે છે અને મહામૂલી જિંદગી સામે આવતા સંજોગો સામે લડવાનું હોઈ, હારવાનું ના હોય એવી સલાહ આપી, સાંત્વના આપી, આપઘાત કરવાના વિચારમાંથી મુકિત અપાવી હતી. ઉપરાંત યુવાનના કુટુંબીજનોને પણ પોતાના પુત્રની સાર સંભાળ રાખવા તેમજ સાચવવા ધ્યાન રાખવા સલાહ આપવામાં આવી હતી. જૂનાગઢ પોલીસનો વ્યવહાર જોઈ, યુવાનના ચહેરા ઉપર ચમર્કં આવી ગયેલ હતી. જૂનાગઢ પોલીસની સહિષ્ણુતાભરી કામગીરીથી પ્રભાવિત થઈ, યુવાનના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસ ટીમનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેર્ટ્ટીં દ્વારા પણ ર્ંપ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવાના ભાગરૂપે જૂનાગઢ પોલીસ દ્વારા ભવનાથના જંગલ વિસ્તારમાં આપદ્યાત કરવા જતા યુવાનની જિંદગી બચાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્ત્।રદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરનાર પોલીસ ટીમને અભિનંદન આપવામાં આવેલ.

(11:51 am IST)