Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલના ભાવ વધારાના વિરોધ કરવા બાબતે ૧૬ કાર્યકરોની અટકાયત

 કોરોના મહામારીની બીજી લહેર હળવી બની છે પરંતુ લોકડાઉનના નિયંત્રણ વચ્ચે આર્થિક રીતે ભાંગી ગયેલી પ્રજાને ખાદ્યતેલથી લઈ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના દિવસેને દિવસે વધી રહેલા ભાવ પરેશાન કરી રહ્યા હોય, આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષની સૂચના મુજબ પેટ્રોલ – ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવા કાર્યક્રમ  યોજવમાં આવ્યો હતો. જો કે કોગ્રેસને મંજૂરી ન મળી હતી જો કે, પ્રવર્તમાન કોરોના ગાઇડલાઇનનો લઇ કોંગ્રેસના કાર્યક્રમને વહીવટીતંત્ર દ્વારા મંજૂરી આપવામાં ખાસ્સો એવો સમય વિતાવ્યા બાદ પણ હકારાત્મક સંકેત ન મળતા અંતે ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરાએ કાર્યકર્તાઓની ટીમ સાથે કોંગ્રેસ કાર્યાલયથી શનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલપંપ સુધી રેલી યોજી હતી અને છોટાલાલ પેટ્રોલપંપના પ્રાંગણમાં સરકાર હાય-હાયના નારા લગાવતા પોલીસ કાફલાએ ૧૬ કોંગ્રેસ આગેવાનો કાર્યકર્તા આગેવાનોની અટકાયત કરી હતી.

(11:52 am IST)