Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રાજુલામાં કવિ સંમેલન, શ્રધ્ધાંજલિ કાર્યક્રમ : જ્યોત્સાબેન તેરૈયા, એડવોકેટ આર.કે.નિર્મળને શ્રધ્ધાસુમન અર્પણ

રાજુલા,તા.૧૨:  સવિતાનગર ખાતે કવિ 'હેમાળવી' ના અધ્યક્ષસ્થાને તેમના નિવાસસ્થાન 'પરમશુભ'  ખાતે કવિ સંમેલન અને શ્રદ્ઘાંજલિ કાર્યક્રમ યોજાયો હતો .

કવિત્રી સ્વ. જયોત્સનાબેન તેરૈયા તેમજ એડવોકેટ સ્વ આર.કે. નિર્મળનુ ટૂકી બીમારીથી અવસાન થતાં તેમને શ્રદ્ઘાંજલિ આપવાના મુખ્ય હેતુ સાથે કવિ સંમેલન અને શ્રદ્ઘાંજલિ કાર્યક્રમનું આયોજન થયું હતું.

દીપ પ્રાગટ્ય શ્રી જે.પી. ડેર હરેશભાઈ તેરૈયા સહિતના કવિઓ ના હસ્તે કરવામાં આવેલ હતું. બે મિનિટનું મૌન પાળી , ગાયત્રી મંત્રના જાપ દ્વારા શ્રદ્ઘાસુમન અર્પણ કરેલા હતા. આ પ્રસંગે જે.પી. ડેર, જાગૃતીબેન રાજયગુરુએ પ્રવચન કર્યુ હતુ.

શીઘ્ર કવિ એવા સ્વ. જયોત્સનાબેન તરૈયાએ વર્ષો સુધી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવીને સાહિત્ય પ્રવૃતિમાં પ્રવૃત્ત્। થયા હતા .તેમના પ્રથમ સચિત્ર કાવ્યસંગ્રહ 'ત્વરીતા' ના વિમોચન પ્રસંગે કાર્યક્રમનું આયોજન થયેલુંને શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ પૂજય મુકતાનંદ બાપુ હાસ્યકાર રતિલાલ બોરીસાગર શશીભાઈ રાજયગુરુ હર્ષદ ચંદારાણા વગેરે જેવા કવિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેની સ્મૃતિ આ શ્રદ્ઘાંજલિ કાર્યક્રમ મા તેમની સ્મૃતિ વાગોળવા માં આવી હતી . સ્વ. જયોત્સનાબેન ની રચનાઓ ગીતો ગઝલો મુકતકો શ્રી જાગૃતિબેન રાજયગુરુ હરેશભાઈ તેરૈયા એ રજૂ કર્યા હતા. જે.પી. ડેરે તેમની સ્મૃતિ વાગોળતા તેમના જીવન કવન પર સુંદર ચર્ચા કરી હતી. અને સ્વ.જયોત્સનાબેન તેરૈયા પર તેમના પ્રશસ્તિ ગીતો રજૂ કર્યા હતા. તેમના કાવ્યસંગ્રહમાં પ્રસ્તાવનામાં લખેલી સંવેદના ઓ કવિ રાહુલ મહેતા એ વાંચી સંભળાવી હતી. અને સૌને તેમની રચનાઓ ગેય સ્વરુપે રજૂ કરવામાં આવી હતી.તેઓનો સરળને લાગણીશીલ સ્વભાવ થી દરેક ના હ્રદય મા સ્થાન પામ્યા હતા. તેમના પતિશ્રી જયંતિભાઈ તેરૈયા નાયબ મામલતદાર હતા ને બ્રહ્મસમાજ ના દાતા તરીકે કેટલીયે સંસ્થા મા આ દંપતી એ દાન કર્યું હતુ. સૌરભ સંસ્થાન ના પણ તેઓ દાતા રહ્યા હતા.

રાજુલા ના એડવોકેટ આર.કે.નિર્મળ સૌરભ સંસ્થાના ફાઉન્ડર સાથોસાથ વકીલ અને સારા વિવેચક હતા. અને શહેરમાં યોજાતા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓને વેગ મળે તેવા સંનિષ્ઠ પ્રયાસો રાજુલા શહેરમાં તેમના દ્વારા થયા હતા. તેમના પરિણામ સ્વરૂપે જ હાલની સૌરભ સંસ્થાન તેમની દીર્દ્યદ્રષ્ટિ ની નિશાની છે. સાહિત્ય પ્રવૃતિને રાજુલા શહેરમાં વેગ આપવાનો તેમનો સિંહ ફાળો રહ્યો હતો. સમગ્ર રાજુલા વિસ્તારમાં અતિ જુના એડવોકેટ તરીકે નિર્મળ દરેકના હૃદયમાં આગવું સ્થાન ધરાવતા હતા. તેઓ સાહિત્ય પુસ્તકો વાંચવા તેમની લાઈબ્રેરીમાં અસંખ્ય ગુજરાતી કવિ લેખકોના પુસ્તકો ઉપલબ્ધ હતા.

આ કવિ સંમેલન મા સ્થાનીક કવિઓ જે.પી. ડેર શશીભાઈ રાજયગુરુ, હરેશભાઈ તેરૈયા, નવિન્દ્રભાઈ નાયી, રાહુલભાઇ મહેતા,સાગરભાઈ ત્રીવેદી, જાગૃતિબેન રાજયગુરુ, વર્ષાબેન પંપાણીયા, શામજીભાઈ બાબરીયા, હાજર રહી ને વિવિધ રચનાઓ રજુ કરી હતી. કવિશ્રી કૃષ્ણ દવે અમદાવાદ, ઉમેશભાઈ જોષી રાજકોટ કવિશ્રી હર્ષદ ચંદારાણા, મહેન્દ્રભાઈ જોષી,પરેશભાઈ મહેતા અમરેલી ઉદયભાઈ દેસાઈ કુકાવાવ, જગદીશ ભાઈ રાવળ ભૂમિ બેન પંડ્યા,નસીમબેન પઠાણ વિજયભાઈ વાળાવગેરે એ ટેલીફોનીક શ્રધ્ધાંજલિ આપી હતી.

(11:52 am IST)