Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

જસદણમાં બીજી લહેરમાં ખોલાયેલ કોવિડ કેર સેન્ટરનો હિસાબ રજ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૧૨ : જસદણમાં કોરોનાની બીજી લહેરમાં તાત્કાલિક ખોલવામાં આવેલ એકસો બેડનું ભાજપના ડાયનેમિક પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રેરિત કોવિડ કેર સેન્ટરએ અનેક કોરોના દર્દીઓના જીવ બચાવ્યા હતાં ખાસ કરીને આ સમયમાં પૈસા ખર્ચતાં પણ હોસ્પિટલમાં જગ્યા નહોતી મળતી એવા સમયે અહીં દર્દીઓની વગર પૈસે સારવાર કોઈ હેતુ વગર ફકત માણસાઈના નાતે પીડ પરાઈ જાણીને તબીબ ડો.પંકજભાઈ કોટડીયા દ્વારા અને ડો. ભરતભાઈ બોધરા   કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ

જેમાં ભાજપના અનેક કાર્યકરો અને નામી અનામી દાતાઓએ સહકાર આપ્યો હતો જેમાં અનેક દર્દીઓને જીવતદાન પ્રાપ્ત થયું હતું માનવતાના આ મહાન યજ્ઞમાં જે આવક જાવક થઈ હતી તે કોવિડ સમિતિએ લોકો સમક્ષ હિસાબ રજૂ કરતાં જેમાં રૂપિયા ૪૪ લાખ વધેલ તે આટકોટમાં ઉભી થઈ રહેલ કે.ડી પરવાડિયા હોસ્પિટલને અર્પણ કરશે.

(11:54 am IST)