Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

પોરબંદર કોસ્ટ ગાર્ડમાં અતિ આધુનિક 'સજાગ'-શીપનું લોકાર્પણ

પ્રધાનમંત્રીના 'આત્મનિર્ભર' ભારત અભિયાન હેઠળનું સંપૂર્ણપણે સ્વદેશી શીપ : બોફોર્સ ગન સાથેના શીપમાં ર૬ નોટ્સની હાઇ સ્પીડઃ દરિયામાંથી ઓઇલ લીકેજ પ્રદુષણ દુર કરવાની અદ્યતન મશીનરીઃ ગુજરાતની દરિયાઇ સુરક્ષા વધુ મજબુત બનશે

(પરેશ પારેખ, સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ર :.. કોસ્ટ ગાર્ડના કાફલામાં અતિ આધુનિક 'સજાગ' શીપનું આજે સવારે જેટી ખાતેથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીના 'આત્મ નિર્ભર' ભારત અભિયાન હેઠળનું સંપૂર્ણપણે આ સ્વદેશી શીપ છે. કોસ્ટ ગાર્ડની આ શીપ બોફોર્સ ગનથી સજજ છે. અને શીપ ર૬ નોટ્સની હાઇ સ્પીડ ધરાવે છે. દરિયામાં વારંવાર બનતી ઓઇલ લીકેજ જેવી દુઘર્ટનામાં ઓઇલ પ્રદુષણ દુર કરવામાં 'સજાગ' શીપ અદ્યતન મશીનરી ધરાવે છે. 'સજાગ' શીપના લોકાર્પણથી દરિયાઇ સુરક્ષા વધુ મજબુત બનશે.

ગુજરાતના સમુદ્ર  કિનારાથી પાકિસ્તાન નજીક છે તેથી સંવેદનશીલ ગણાતા ગુજરાતના સમુદ્રમાં કેન્દ્ર સરકાર દ્વારા કોસ્ટગાર્ડ અને નેવીમાં અવારનવાર નવા નવા જહાજો અને શીપના ઉમેરો થાય છે તે રીતે પોરબંદર કોસ્ટગાર્ડના કાફલામાં વધુ એક અતિ આધુનિક સજાગ શીપનો ઉમેરો થયેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સમુદ્ર કિનારાને વધુ મજબુત  બનાવવા માટે અનેકવિધ પ્રયાસો મેક ઇન ઇન્ડિયા હેઠળ થઇ રહ્યા છે જેમાં 'સજાગ'- નામની શીપ કોસ્ટગાર્ડના કાફલામાં ઉમેરાઇ છે જે સંપૂર્ણપણે સ્વદેશી છે. નેશનલ સીકયુરીટી એડવાઇઝર (એનએસએ) અજીત ડોવેલના હસ્તે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ઓફસોર પેટ્રોલ વેસલ સજાગને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

'સજાગ' -શીપ અતિ આધુનિક સુવિધાઓ સાથેની છે જેમાં ૪૦/૬૦ બોફોર્સ ગન અને બે ૧ર.૭ એમ. એમ. ગન્સ ફીટ કરવામાં આવી છે. અને  એક  ટિવન એન્જીન હેલીકોપ્ટર પણ આ શીપમાં રહી શકે છે તેમજ ૪ હાઇસ્પીડ બોટ અને બે ઇનફલેટેબલ બોટ સર્ચ અને રેસ્કયુ માટે રહેશે. આ શીપમાં   ૯૧૦૦ કિલો વોટના બે ડીઝલ એન્જીન ફીટ કરવામાં આવ્યા છે જેના દ્વારા ર૬ નોટની મહત્તમ સ્પીડ સાથે દરિયામાં જઇ શકે છે.

આ સજાગ-શીપ ગોવા શીપ યાર્ડમાં તૈયાર થયેલ છે દેશમાં દરિયાઇ પેટ્રોલીંગમાં ત્રીજુ મહત્વનું સ્થાન ધરાવે છે. આ શીપમાં કોસ્ટગાર્ડના ડેપ્યુટીંગ ઇન્સ્પેકટર સંજય નેગીના કમાન્ડમાં ૧ર ઓફીસર અને ૯૮ કોસ્ટ ગાર્ડ જવાનો છે. સજાગ શીપ ર૩૩૦ ટન વજન વહન કરી શકે છે. શીપ સાથે કવીક ઇમ્ફટેબલ બોટ અને ૧ જેમીની કાફ્રટ જોડાયેલ છે. પાવર મેનેજમેન્ટ  સીસ્ટમ અને મેકેનીઝમ ઇલેકટ્રોનિક રીપોટ કંટ્રોલ સીસ્ટમથી ઓપરેટ થાય છે. સજાગ-શીપ એડવાન્સ લાઇટ હેલીકોપ્ટર અને સીંગલ એન્જીનના ચેતક હેલીકોપ્ટરનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે.

(11:54 am IST)