Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

પોરબંદરની સરકારી હોસ્પીટલમાં દવાના સ્ટોક અને હિસાબી ગરબડની ઉચ્ચકક્ષાએથી તપાસ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૨: સરકારી હોસ્પીટલમાં થોડા સમય પહેલા દવાના સ્ટોક અને હિસાબી ગરબડ અંગે ફરીયાદો ઉઠી હતી. આરટીઆઇ એકટીવીસ્ટોએ આ સંબંધે આરટીઆઇ પણ કરી હતી અને રજુઆતો કરી હતી જેના પગલા સરકારની ઉચ્ચકક્ષાના આરોગ્ય અધિકારીઓની એક ટીમ સરકારી હોસ્પીટલમાં આવી છે અને દવા સ્ટોક અને હિસાબી ગરબડ સહીત તપાસ કરી રહી છે.

સરકારી હોસ્પીટલના દવાના જથ્થા અને હિસાબી ગરબડ સાથે કથળતા વહીવટ સામે અગાઉ ધરણા પણ યોજાયા હતા. કોરોના વિભાગના ઇન્ચાર્જ ડોકટરની કેટલાક પદાધિકારીઓ સાથે મીલીભગતની ચર્ચા ઉઠી હતી. ત્યાર પછી દવાઓની માર્કેટ વેલ્યુ કરતા વધુ કિંમત દર્શાવ્યાની પણ ફરીયાદો શરૂ થઇ હતી. ઉપરાંત કોરોનાના દર્દીઓના માટે બહાર તડકાથી બચવાના માંડવાના ભાડા તેમજ અન્ય કામગીરીમાં ગરબડની ફરીયાદો ઉઠી હતી. સરકારી હોસ્પીટલના વહીવટની તપાસ ચાલુ ત્યારે પ્રથમ તબક્કે ૪૦ લાખની ગરબડ ધ્યાને આવ્યાનું ચર્ચીત બન્યું છે સતાવાર આંકડો બહાર આવ્યો નથી.

(12:47 pm IST)