Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કોલિખડાના પ્રખર ગૌભકત ભરતદાસબાપુ બ્રહ્મલીન

પોરબંદર, તા. ૧ર : અપંગ અને નિરાધાર ગાયોને નિભાવતા સોમનાથ ગૌશાળા કોલિખડાના પ્રમુખ તથા પ્રખર ગૌભકત જેઠીરામ ગંગાદાસ ગોંડલીયા ઉર્ફે ભરતદાસ બાપુનું ટુંકી બીમારી બાદ અવસાન થયેલ છે.

ગૌમાતાની સેવામાં જીવન વિતાવનાર સંસારી હોવા છતાં પણ સંતને શોભે તેવું જીવન વિતાવનાર ભરતદાસબાપુના નિધનથી પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ સહિતના જિલ્લાના ગૌ પ્રેમીઓની સ્થાપના ભરતદાસબાપુ દ્વારા કરીને આ ગૌશાળાઓ જે તે ગામને સોંપી દીધેલ છે. મકરસંક્રાતિના દિવસે ભાણવડ તાલુકાના વેરાડ ગામએ પણ ભરતદાસબાપુ દ્વારા જોગમાયા ગૌશાળાનું નિર્માણ કરવામાં આવેલ છે આ ગૌ શાળામાં પણ લુલી અપંગ ગાયો માટે સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે સળગ એક માસ સુધી ગૌશાળાની ગાયો માટે કપાસીયા ખોળ વિગેરેને ગમાણો ભરીને ગૌમાતાની ઇચ્છા થાય ત્યારે કપાસીયા ખોળ ગમે ત્યારે ખાઇ શકે તે પ્રકારની વ્યવસ્થા કરનાર પરમ ગૌભકતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. એમની ઇચ્છા મુજબ સોમનાથ ગૌશાળામાં સમાધિ આપવામાં આવેલ છે.

(12:50 pm IST)