Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારા સામે વંથલી કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની સૂચના અનુસાર રાજય માં અનેક જગ્યા એ પેટ્રોલ અને ડીઝલ નાં ભાવ વધારા નાં વિરોધ માં પેટ્રોલ પંપ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. વંથલી શહેર અને વંથલી તાલુકા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ નાં ભાવ વધારા સામે વિરોધ નોંધાવવા પોસ્ટરો સાથે જુનાગઢ હાઈવે પરનાં પેટ્રોલ પંપ પર વિરોધ પ્રદર્શિત કર્યો હતો . આ તકે વંથલી કોંગ્રેસ શહેર પ્રમુખ ઈરફાન શાહે  કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલનાં ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવામાં આવે અથવા રાજયનાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ પોતાના પદેથી રાજીનામું આપવાની માંગ કરી હતી. આ કાર્યક્રમમાં વંથલી નાં કોંગ્રેસી આગેવાન સિરાજ વાજા, અજય વાણવી, ભરત ચાવડા, કમલેશ જાગાણી વિગેરે જોડાયા હતા.

(12:51 pm IST)