Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ખંભાળિયાઃ પોલીસના ટ્રાફિક કડકાઇ મુદ્દે ધરણાઃ નટુભાઇ ગણાત્રાની ફરી ધરપકડ

કુતરાને રોટલા તથા મોટર સાયકલ સળગાવે તે પહેલા

ખંભાળિયા તા. ૧ર : પીઢ રઘુવંશી આગેવાન નટુભાઇ ગણાત્રાએ ટ્રાફીક નિયમની કડક અમલવાળીના સંર્દભમાં પોલીસ ચોકી નગર નાકા પાસે ત્રણ દિવસની ધરણા કરતા હતા તથા ગઇકાલે સાંજે કુતરાને રોટલા તથા જે બાઇકને પોલીસે કેસ કર્યો હતો. તેને આર.ટી.ઓ.નો દંડ ભરીને સળગાવવા માટેનું આયોજન કર્યુ હતું પણ આ કાર્યક્રમ કરવાની જાણ થતા પો.ઇ.વાગડીયાએ પો.સ.ઇ. મુંધવા તથા  સ્ટાફને મોકલીને નટુભાઇની ધરપકડ કરી હતી  તથા બાઇક સળગાવવાનો મુદો બંધ કરાવ્યો હતો.

અગાઉ નટુભાઇ ગણાત્રાની ધરપકડ પછી તેઓની જામીન પર મુકત થતા ફરી ધરણા પર ઉતર્યા હતા. જે પછી ગઇકાલે પો.ઇ. વાગડીયાએ નટુભાઇ ગણાત્રાને સમજાવતા મામલો થાળે પડયો હતો.

આગેવાનો જગુભાઇ રાયચુરા, હિતેશભાઇ આચાર્ય, રવિભાઇ ગોકાણી તથા કુંજન રાડીયા વિ. પણ સમજાવટમાં મદદરૂપ થયા હતા.

(12:52 pm IST)