Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

જામનગરમાં સામસામા મોટર સયકલ અથડાયા બાદ ફંગોળાઇ જતા રોડ ચાલક ઉપર ટ્રક ફરી વળ્યોઃ હરીપરના સ્વીમીંગ પુલમાં ન્હાતા યુવાનનું ડૂબી જતા મોતઃ પ્રેમલગ્ન કરનારનું અપહરણ કરી માર માર્યો

જામનગરમાં અજાણી લાશ મળીઃ પિસ્તોલ સાથે ઝડપાયોઃ જેલમાં કેદીઓ બાખડી પડયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈ મનસુખભાઈ મકવાણા, ઉ.વ.૩૦, રે. જવાહરનગર, રેલ્વે કોલોની બહાર, હાપા,જિ.જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી શૈલેષભાઈ પોતાનું મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.૧૦–ડી.એફ–પ૭૦૩ વાળુ લઈને ગુલાબનગરથી હાપા ગામ તરફ જતા હતા. ત્યારે ગુલાબનગર ઓવરબ્રીજ ઉપર પહોંચતા હાપા તરફથી આરોપી મહિપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ, રે. જામનગરવાળો પોતાનું મોટરસાયકલ પુર ઝડપે ગફલત ભરી રીતે બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ટ્રકનો ઓવરટેક કરવા જતા ફરીયાદી શૈલેષભાઈની સાઈડમાં આવી જતા ફરીયાદી શૈલેષભાઈના મોટરસાયકલના હેન્ડલ સાથે તેનું મોટરસાયકલ ભટકાડી પોતે ફંગોળાઈને ટ્રકના વિલમાં આવી જતા સ્થળપર મરણ જઈ ફરીયાદી શૈલેષભાઈને જમણા કાનમાં ઈજા તથા જમણા પગના સાથળના ભાગે ફેકચર જેવી ઈજા કરી ગુનો કરેલ છે.

ઝેરી જનાવર કરડી જતા યુવકનંુ મોત

કાલાવડ તાલુકાના જલણાસર ગામે રહેતા રેખાબેન હરીભાઈ ખાંટ, ઉ.વ.૪૮ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, પવનકુમાર હરીભાઈ ખાંટ, ઉ.વ.૧પ, રે. જલણાસર ગામ વાળાને વાડીએ નીચે સુતા હોય ને ઝેરી જનાવર કરડી જતા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

અહીં ઠેબા ચોકડી, જામનગરમાં રહેતા પ્રવીણભાઈ રામભાઈ પરમાર, ઉ.વ.પ૦, એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, દિપકભાઈ પ્રવીણભાઈ પરમાર, ઉ.વ.ર૧, રે. ઠેબા ચોકડી, લાલપુર તાલુકાના હરીપર પાસે આવેલ એસ્સાર પેટ્રોલ પમ્પ પછાળ આવેલ સ્વીમીંગપુલમાં નાહવા જતા પાણી માં ડૂબી જતા મૃત્યુ પામેલ છે.

અહીં ખોડીયાર કોલોની આશાપુરા સોસાયટી, વાછરડાડાની મંદિર પાસે રહેતા વસીમભાઈ વલીમામદભાઈ બ્લોચ, ઉ.વ.ર૩ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સરલાબેન ત્રિવેદીભવન, આવાસ સામે, જામનગરમાં એક અજાણ્યો પુરૂષ, ઉ.વ.આ.૬૦ થી ૬પ વર્ષ એ કોઈપણ કારણસર મૃત્યુ પામેલ હોઇ લાશ મળી આવી છે.

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રવિભાઈ કાનાભાઈ બથવાર, ઉ.વ.ર૩, રે. વુલનમીલ, બામ્બે આવાસ રોડ મોમાઈ પાનની બાજુમાં, જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી રવિભાઈના ભાઈ ચનાભાઈએ આરોપી કારાભાઈ મકવાણા ની દિકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય અને આરોપી કારભાઈ મકવાણાની પુત્રી લગ્ન કરાયા બાદ આરોપી કારાભાઈ મકવાણના ઘરે રહેતી હોય જે બાબતે ફરીયાદી રવિભાઈના ભાઈ તથા આરોપી કારાભાઈ સાથે બોલાચાલી થયેલ હોય જે બાબતે ફરીયાદી કારાભાઈના ભાઈ લાલ બંગલા ટાઈપીસ્ટ ગ્રાઉન્ડમાં અરજી લખાવવા ગયેલ હોય ત્યારે આરોપીઓ કારાભાઈ મકવાણા, દેવિબેન કારાભાઈ મકવાણા, મયુરભાઈ કારાભાઈ મકવાણા, પુજાબેન કારાભાઈ મકવાણા, રે. જામનગરવાળા લાલબંગલા જઈ ફરીયાદી રવિભાઈના ભાઈ ચનાભાઈને બળજબરીથી રીક્ષામાં બેસાડી અપહરણ કરી વુલનમીલ ઝુપડપટ્ટી પાસે લઈ જઈ લાકડાના ધોકા વડે માર મારી ભુંડા બોલી ગાળો આપી ફરીયાદી રવિભાઈના ભાઈ ડાબા હાથે ફેકચર કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

અહીં બેડી મરીન પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ. વિ.કે.કણઝારીયા એ ફરીયાદ નોંધાવી છે કે, રોજીબંદર પાસે, રોડ પર આરોપી ધવલ ચંદુભાઈ ઠાકર, રે. જામનગરવાળાએ એક બ્લેક કલરની એક ગન છરા કિંમત રૂ.પ૦૦/– ના જેના ઉપર કોઈ કંપનીનું નામ કે કોઈ માર્ક નંબર લેખલ ન હોય તે લાયન્સ કે આધાર વગર પોતાના કબ્જામાં રાખી કરેલ છે.

ફરજમાં રૂકાવટ કર્યાની રાવ

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જામનગર જિલ્લા જેલ સહાયક અજયસિંહ પ્રભાતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર જિલ્લા જેલ અંદર ફરીયાદી અજયસિંહ એ યાર્ડ નં.૪ માંથી કાચા કામના આરોપી નઝીર ઉર્ફે ગંઢબાપુ સફીમીયા નાગાણી યાર્ડ નં.૬ માં ગયેલ હતા અને ત્યાં કાચા કામના આરોપી હિતેષ નરશીભાઈ બાભંણીયા ના ઓ સાથે ઝઘડો કરેલ જે ફરીયાદી અજયસિંહને જાણ થતા નઝીર સફીમીયા નાગાણીને યાર્ડ નં.૬ માંથી પોતાના યાર્ડ નં.૪ માં મોકલી આપેલ હતો બાદ અન્ય આરોપીઓને યાર્ડમાં જવાનું કહેલ અને કાચા કામના આરોપી સની સામજી મકવાણા ને પણ યાર્ડ નં.૬ માંથી પોતાના યાર્ડ નં. પમાં જવાનું કહેલ ત્યારે આરોપી શનિ સામજી એ ફરીયાદી અજયસિંહ સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો કાઢી ફરીયાદી અજયસિંહ સાથે ઝપાઝપી કરી ફરીયાદી અજયસિંહના પેન્ટનું પાછડના ભાગનંુ બટન તોડી નાખી ધકકો મારી ફરજમાં રૂકાવટ કરી ગુનો કરેલ છે.

૫૨ હજારનો દારૂ કબ્જે

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. યુજરાજસિંહ વિક્રમસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  જયમાતાજી હોટલથી મીગ કોલોની તરફ જવાના રસ્તે જાહેર રોડ ઉપર આરોપી પ્રફુલભાઈ ઉર્ફે મમરો જગદીશભાઈ ભદ્રા, લેખરાજ ઉર્ફે લખન ભગવાનદાસ કાલવાણીએ પોતાના કબ્જા ભોગવટાની મારૂતી સુઝુકી સ્વીફટ વી.ડી.આઈ. કાર જેના રજી.નં.જી.જે.૧૦–સી.એન.–૬પપ૮ વાળીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ–૧૦૪  કિંમત રૂ.પર,૦૦૦/– તથા ફોરવ્હીલ સ્વીફટ કાર જેની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/– તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦/– મળી કુલ રૂ.૩,પર,પ૦૦/– નો રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી રાહુલભાઈ ની અટક બાકી હોય દારૂ પુરૂ પાડી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

મુંગણી ગામે દારૂની ૧૯ બોટલ  ઝડપાઈ

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મુંગણી ગામે આરોપી રવીરાજસિંહ ઉર્ફે ભાણેજ બહાદુરસિંહ જાડેજા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૧, સુપર વ્હીસ્કી ફોર સેલ ઈન હરીયાણા લખેલ કાચની કંપની શીલબંધ બોટલ કુલ નંગ–૧૯, કિંમત રૂ.૯પ૦૦/– નો પોતાના રહેણાક મકાનમાં રાખી રેઈડ દરમ્યાન હાજર નહીં મળી ગુનો કરેલ છે.

પીપળીયા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા : બે ફરાર

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ. યશપાલસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, પીપળીયા ગામની આથમણી સીમમાં આરોપી મેહુલભાઈ સોલંકીની વાડીમાં અન્ય આરોપીઓ સુરેશભાઈ વીઠ્ઠલભાઈ મદાણી, તન્વીરભાઈ રફીકભાઈ સીંસાગીયા, ઈસુબભાઈ વાહીદભાઈ સમા, યોગેશભાઈ સુરેશભાઈ લાઠીગ્રા, વસીમભાઈ સલીમભાઈ સમા, રે. કાલાવડ વાળાઓ ઘોડી પાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર,પ૪,૩૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–પ, કિંમત રૂ.૮,પ૦૦/– તથા એક ફોરવ્હીલ કાર કિંમત રૂ.પ,૦૦,૦૦૦/– મળી કુલ રૂ.૭,૬ર,૮૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી મેહુલભાઈ સુરશેભાઈ સોલંકી, ધાર્મીકભાઈ ઉર્ફે પીન્ટુ સુરેશભાઈ મદાણી ફરાર થઈ ગયેલ છે.

વર્લીમટકાના દરોડા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શીવરાજસિંહ નટુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, રંગુનવાલા હોસ્પિટલ, મીરા રેસ્ટોરેન્ટની સામે ઓટા ઉપર જાહેરમાં જામનગરમાં આરોપી કાદરભાઈ અબ્દુલભાઈ ગરાણા રે. જામનગરવાળો વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧ર,ર૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલભાઈ કાંતીલાલ વીસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ નાકા બહાર, રંગમતી સોસાયટી, સનસાઈન સ્કુલ પાસે, જામનગરમાં આરોપી વલીભાઈ અબ્બાસભાઈ ખુરેશી, રે. જામનગરવાળો વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૯૦૦/– તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦/– મળી કુલ રૂ.૧,૪૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. માનસંગભાઈ રવજીભાઈ ઝાપડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, પાટણ ગામના નાગબાઈના મંદિર પાસે, આરોપી કેશુભાઈ ગીગાભાઈ ભુતીયા, રે. પાટણ ગામવાળાએ જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાન હારજીત કરી નશીબ આધારીત જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૪૭૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:56 pm IST)