Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

દ્વારકા જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસનાં કેસ વધે છે, ૧૦ દિ'માં ૧ર

ખંભાળીયા તા. ૧ર :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ખતરનાક ગણાતા મ્યુકોરમાઇકોસીસના કેસ પણ વધવા માંડયા છે. છેલ્લા દશ દિવસમાં ૧ર કેસ આ રોગના થયા છે જે તમામને જામનગર ખાસ વોર્ડમાં રાખવાની વ્યવસ્થા કરાઇ રહી છે.

દ્વારકા જિલ્લા આરોગ્ય અધિકારી ચાર્જ શ્રી રાજ સુતરીયા તથા સુપ્રી. ડો. હરીશ મતાણી દ્વારા આવા રોગના લક્ષણો હોય તેમને પ્રાથમિક સારવાર આપીને જામનગર મ્યુકોના વોર્ડમાં મોકલવાની વ્યવસ્થા થાય છે.

જે જગ્યાએ આ કેસ વધુ નીકળે તેવા સ્થળોએ પણ તપાસ કરવા કાર્યવાહી સર્વે કરીને હાથ ધરવામાં આવી રહી છે.

(12:57 pm IST)