Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

પોરબંદર શહેર અને જિલ્લાના 5100 યુવાનોને ભાજપમાં જોડવાનો પોરબંદર યુવા ભાજપનો સંકલ્પ

ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટ પોરબંદર જિલ્લાની મુલાકાતે આવતા કાર્યાલય ખાતે ઢોલ વગાડી સ્વાગત

ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટ આજે પોરબંદર જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા .ભાજપ કાર્યાલય ખાતે ઢોલ વગાડી પુષ્ય વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.સ્વાગત બાદ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ નો શુભારંભ કર્યો હતો.
આજે પોરબંદર કોંગ્રેસ જુના અને સક્રિય કાર્યકર આનંદ નાંઢા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા .ભાજપ યુવા મોરચાના શહેર પ્રમુખ સાગર મોદી એ જણાવેલ હતું કે આગામી 2022 ની વિધાનસભા ચૂંટણીનું આ પ્રથમ ટ્રેલર હતું હજુ અમો પક્ષની વિચારધારા ધરાવતા વધુ 5000 જેટલા શહેર અને જિલ્લાના યુવાનોને પક્ષમાં જોડી આગામી વિધાનસભા બેઠક પર બહુમતી સાથે બેઠક જીત હાસિલ કરીશું અને રાજ્યમાં સૌથી વધુ લીડ પોરબંદર બેઠકને મળે તેવા કાર્યકરો ને મજબૂતી લોકોની સેવા કરવા  કાર્યરત કરીશું.
જે યુવાનો યુવા ભજપમાં કે જિલ્લા ભાજપમાં જોડાવા માંગતા હોય તેમણે અમારા જિલ્લા યુવા પ્રમુખ લકીરાજસિંહ વાળા મોબાઈલ નંબર.86908 69999 અને શહેર પ્રમુખ સાગર મોદી મોબાઈલ નંબર 98252 92073 ,પ્રદેશ કારોબારી સભ્ય જીત રૂપારેલ (JD)- 81286 69999 પર સંપર્ક કરી જોડાઈ શકે છે.

 ગુજરાત યુવા મોરચા પ્રમુખ ડો.પ્રશાંત કોરાટે પણ ઉપસ્થિત તમામ કાર્યકરોને વિધાનસભા બેઠક જીતવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.અને કાર્યકરોનું અભિવાદન જીલ્યું હતું.ડો.પ્રશાંત કોરાટ સાથે પ્રભારી અને સહ પ્રભારી  પલવી બેન ઠાકર ,ગુજરાત યુવા મોરચાના ઉપપ્રમુખ મનીષ સંઘણી નું જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ ભાઈ મોઢવાડીયા જિલ્લા યુવા મોરચા પ્રમુખ લકીરાજસિંહ વાળા એ સ્વાગત કર્યું હતું.

 આ તકે પૂર્વ પ્રમુખ અજય બાપોદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેર પ્રમુખ સાગર મોદી અને ટીમે એક દિવસની મહેનત કરી 100 કાર્યકરોને.  ડો પ્રશાંત કોરાટ ની હાજરી માં મયુરભાઈ કુહાડા સાથે 30 વધુ કાર્યકર્તા અને ભાવેશભાઈ હરજીવનજી કોટીયા 20 વધુ કાર્યકર્તા સાથે ભાજપ ની વિચાર ધારા સાથે જોડયા હતા કુલ 100 યુવાનો જોડાયા હતા

 આ તમામ કાર્યકર્તા ને શહેર યુવા ભાજપ પ્રમુખ સાગર મોદી આવકારયા હતા. પક્ષમાં ઉમેરો કર્યા હતા અને આગામી દિવસોમાં હજુ પણ તબબકા વાર લગભગ 5000 જેટલા કાર્યકરો ને ભારતીય જનતા પક્ષની વિચારધારા સાથે જોડવાની સાગર મોદી એ જણાવેલ હતું.આજના દિવસે પક્ષના જુદા જુદા મોરચા અને મદળોના હોદેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા

 .કાર્યક્રમ બાદ ડો.પ્રશાંત કોરાટ દ્રારા ખારવા પંચાયત ખાતે ઇતિહાસના સૌથી યુવા અને જોશીલા સમાજ સેવક પાવનભાઈ જસુભાઈ શિયાળ નવનિયુક્ત થતા તેમને અભિનંદન પાઠવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી ખારવા સમાજના પ્રથમ યુવા પ્રમુખ બન્યા બાદ શહેર યુવા પ્રમુખ સાગર મોદીએ પણ પવન સિયાળનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી .ડો.પ્રશાંત કોરાટ મનીષ સંઘણી અને જિલ્લા ભાજપની યુવા ટીમ ના હોદેદારો એ સિનિયર નેતા અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાની શુભેચ્છા મુલાકાત કરી હતી

(11:24 pm IST)